માળીયા મીયાણા બેઠકમાં કાગડા ઉડ્યા, કોઈ ઉમેદવાર ડોકાયા નહીં

Spread the love

મોરબી, તા.4 મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને માળિયા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે સેન્સ લેવા માટે પ્રદેશમાંથી મુકવામાં આવેલા આગેવાનો આવ્યા હતા જોકે, માળિયા શહેરી વિસ્તારમાંથી ભાજપની ટિકિટ માટે સેન્સ આપવા કોઈપણ આગેવાનો ડોકાય ન હતા જેથી અનેક પ્રશ્નો ઊભા

માળીયા મીયાણા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી હતી અને પ્રદેશમાંથી મુકવામાં આવેલા નિરીક્ષકો ત્યાં માળિયા પાલિકા વિસ્તારમાંથી આગેવાનો ટિકિટની દાવેદારી કરવા માટે આવે તેની રાહ જોઈને બેઠા હતા.

 

પરંતુ આશ્ચર્યની વાતએ છે કે, માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાનો દ્વારા ટિકિટ માટેની ભાજપમાંથી દાવેદારી કરવામાં આવી નથી.

 

આ બાબતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સાથે વાત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે માળીયા (મી) તાલુકા પંચાયત તથા માળિયા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈને પોતાની ટિકિટ માટે થઈને દાવેદારી નોંધાવી છે.

 

માળીયા નગરપાલિકાની 24 બેઠકો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે પરંતુ આ 24 બેઠકમાંથી એક પણ બેઠક ઉપર માળિયા શહેરી વિસ્તારમાંથી કોઈપણ આગેવાન ટિકિટ માટે દાવેદારી કરવા માટે આવ્યા નથી અને ત્યાં સંકલનની કાર્યવાહી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *