
IAEAની ચેતવણી
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)એ હુમલાના કારણે મોટા હુમલાની ચેતવણી પણ ઉચ્ચારેલી છે. પરંતુ શું તમને ખબર છે કે બુશહર ન્યૂક્લિયર પ્લાન્ટ પર મોટો હુમલો થાય તો પણ ઈરાનને સૌથ વધુ જોખમ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો ઈરાન કદાચ બચી પણ જાય પરંતુ કેટલાક દેશો એવા છે જેમણે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
સૌથી વધુ જોખમ કોને
ઈરાનના બુશહર શહેરમાં આવેલા 915-મેગાવોટનો એકમાત્ર પ્રેશરાઈઝ્ડ વોટર રિએક્ટર IAEAની સુરક્ષા નિગરાણીમાં કામ કરે છે. તે જમીન પર ફારસની ખાડી સામે એક ખુલ્લા સમુદ્ર કાંઠે આવેલો છે. તેની ચારેબાજુ કોઈ સુરક્ષા ઘેરો નથી. બુશહર સીધો પાણીના સંપર્કમાં છે.
કુવૈત સિટી આ પ્લાન્ટથી માત્ર 281 કિમી દૂર છે. મનામા અહીંથી 300 કિમી દૂર છે. દોહાનું બુશહર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટથી 408 કિમી અંતર છે. એ જ રીતે દુનિયાનું ફાઈનાન્શિયલ કેપિટલ ગણાતું દુબઈ અહીંથી 600 કિમી દૂર છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ જો કોઈ પરમાણુ હુમલો કે દુર્ઘટના ઘટે તો ઈરાનના પોતાના મોટી વસ્તીવાળા વિસ્તારો પર તેની અસર ઘણી ઓછી થશે. ઈરાનનો જાગ્રોસ પર્વત એક કુદરતી ઢાલનું કામ કરશે. પરંતુ અહીંથી ફેલાનારી ઉત્તર-પશ્ચિમી વાયરો કોઈ પણ રેડિયોએક્ટિવ લીકેજને પાડોશી ખાડી દેશો અને હોર્મુઝ સ્ટ્રેટ તરફ લઈ જવાનું કામ કરશે.
હજારો કિગ્રા ન્યૂક્લિયર સામગ્રી
IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસી આ જોખમ વિશે જણાવી ચૂક્યા છે. તેમણે બુશહરને ઈરાનની એક માત્ર એવી ન્યૂક્લિયર સાઈટ ગણાવી જ્યાં કોઈ હુમલાના પરિણામો સૌથી વધુ ગંભીર હોઈ શકે છે. આ એક ચાલુ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે અને હજારો કિલોગ્રામ ન્યૂક્લિયર સામગ્રી છે. બુશહર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાની સ્થિતિમાં જો કોઈ પ્રોજેક્ટાઈલ સીધી રીતે તેના પર પડે તો પર્યાવરણમાં ઘણુ વધુ પ્રમાણમાં રેડિયોએક્ટિવીટી ફેલાઈ શકે છે. IAEAના ડાયરેક્ટર જનરલ ચેતવણી આપી ચૂક્યા છે કે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સાઈટો કે આસપાસના વિસ્તારોમાં ક્યારેય હુમલા થવા જોઈએ નહીં. જો આમ થયું તો ચેર્નોબિલથી વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે.
વારંવાર ચેતવણી
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ મુજબ બુશહર પર સીધો હુમલો કે વીજળીની લાઈનોનું નષ્ટ થવું એ એક આફત નોતરી શકે છે. જેનાથી ઈરાન અને આસપાસના ખાડી દેશોમાં આયોડીન-131 અને સીઝિયમ 137 ફેલાઈ શકે છે. એવી કોઈ પણ દુર્ઘટના કુવૈત, કતાર અને UAEમાં પાણીને દરિયાના પાણીને પીવાલાયક મીઠું બનાવનારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે.
બુશહરમાં અઢી લાખ લોકોની વસ્તી
ઈરાનના આ બુશહર શહેરમાં 250000 લોકો રહે છે. ઈરાનના સૌથી જરૂરી ઔદ્યોગિક અને સૈન્ય કેન્દ્રોમાંથી એક છે. આથી યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલના સતત નિશાના પર છે. હાલમાં જ 4 એપ્રિલના રોજ આ શહેરના પરમાણુ ઠેકાણા પાસે હુમલાના સમાચાર આવ્યા હતા. હુમલા દરમિયાન એક પ્રોજેક્ટાઈલ પાવર પ્લાન્ટ પાસે પડ્યું અને સાઈટના એક કર્મચારીની પડતા કાટમાળ નીચે દટાઈને મોત થયું. બુશહર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર વધતા જોખમને જોતા રશિયાએ અહીં કામ કરતા પોતાના કર્મચારીઓને ખસેડવાનું શરૂ કરી દીધુ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો પ્લાન્ટને નુકસાન પહોંચે તો તેના લાંબા ગાળાના ખરાબ પરિણામો આવી શકે છે.