ગાંધીનગર સચિવાલયમાં એક્સટેનશન મેળવનાર અધિકારીઓનો દબદબો જાેવા મળ્યો છે. નવા અધિકારીને તક મળવાને બદલે વફાદાર અધિકારીની બોલબાલા જાેવા મળી છે. જેમાં ૩૧ અધિકારીઓને નિવૃતિ પછી સતત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આમ જાેઇએ તો રાજ્ય સરકારે ૩૧ અધિકારીઓને સેવામાં ચાલુ રાખ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બે અધિકારીને એક્સટેનશન આપવામાં આવ્યું છે. જયારે ગૃહ વિભાગમાં ૩ અને નાણાવિભાગમાં ૬ અધિકારીને એક્સટેનશન આપવામાં આવ્યું છે. નર્મદા, જળસંપત્તિ, પાણી-પુરવઠામાં એક અધિકારી એક્સટેનશન આપવામાં આવ્યું છે. જયારે મહેસૂલ અને વન-પર્યાવરણ વિભાગના બે-બે અધિકારી એક્સટેનશન આપવામાં આવ્યું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ૧ અધિકારી, શહેરી વિકાસ- શહેરી ગૃહ નિર્માણ વિભાગના બે અધિકારીને એક્સટેનશન આપવામાં આવ્યું છે.
કયા વિભાગના ક્યા અધીકારીને એક્સટેન્શન
અશોક દવે,જવલંત ત્રિવેદી-સામાન્ય વહિવટ વિભાગ
એન.પી.લવિંગીયા,સુશીલ વ્યાસ-સામાન્ય વહિવટ વિભાગ
ઇંદ્રવદન દવે,છાયા ભટ્ટ-સામાન્ય વહિવટ વિભાગ
પી.કે.જાેશી,આર.એલ.ભગોરા-સામાન્ય વહિવટ વિભાગ
આર.જી.જાેષી-સામાન્ય વહિવટ વિભાગ
વી જી વણઝારા-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
અતુલ પટેલ-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
નિખિલ ભટ્ટ,મહેન્દ્ર સોની-ગૃહ વિભાગ
વિજય બધેકા-ગૃહ વિભાગ
એલ.જી મહિડા-નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ
બી.જી.વાઘેલા,વી.પી શ્રીમાંકર-નાણા વિભાગ
આર.ડી. મોદી,કે.કે ગઢવી-નાણા વિભાગ
ડી.આર પટેલ,એન.એ પટેલ-નાણા વિભાગ
ડી.જી.ચૌધરી-પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
એ.આર.પરમાર,એમ.બી.સોની-મહેસૂલ વિભાગ
ગાયત્રી દવે,એસ.જે પંડીત-વન અને પર્યાવરણ વિભાગ
સ્મિતા શાહ,આનંદ ઝિંઝાલા-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
સિંચાઈ વિભાગમાં પણ એક્સટેન્શનને લઈ ચર્ચા
સરકારી કચેરીઓમાં અધિકારીને એક્સટેન્શનથી ગણગણાટ શરૂ થયો હતો. આ મુજબ જાેઇએ તો, સિંચાઈ સચિવ એમ.કે.જાદવને છઠ્ઠી વખત એક્સટેન્શન અપાયું છે. તેમને ૫૮ વર્ષે નિવૃત્તિ મળી હતી. ૬૨ વર્ષ સુધી મહત્તમ સેવા લેવાના પરિપત્રને કોરાણે મુકવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેમની સામે કોઈ તપાસ ન ચાલતી હોય, તો જ એક્સટેન્શન આપવાનો નિયમ છે. ૬૪ વર્ષ થઈ ગયા છતાં સરકાર એન્જિનિયર અધિકારીને સેવાનિવૃત્ત કરતા નથી.