વાર્ષિક 12 લાખ સુધી ટર્નઓવર માટે માત્ર રજિસ્ટ્રેશન જ જરૂરી

Spread the love

FSSAIએ ખાદ્યપદાર્થોના એકમોને લગતા યુનિટોમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ અન્વયે લેવામાં આવતા લાઈસન્સ અને રજિસ્ટ્રેશનની નોંધણીમાં ફેરફાર કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનની નોંધણી માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂૂા. 12 લાખ હતી, તેની જગ્યાએ વધારી રૂૂા. 1.50 કરોડ સુધીની કરી છે. તેમજ લાઈસન્સની નોંધણી માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂૂા.

20 કરોડથી વધારી રૂૂા. 50 કરોડ કરી છે.

 

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ-2006 અને અધિનિયમ 2011 મુજબ, ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલ એકમોને લાઈસન્સ અને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં નાના ધંધાર્થીઓ જેમની વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂૂા. 12 લાખ સુધીની હોઇ તેમના માટે રજિસ્ટ્રેશન તથા હોટલ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક પેઢી, હોલસેલર, ડિસ્ટ્રિબ્યુટર વિગેરે જેવા ધંધાર્થીઓના વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂૂા. 12 લાખથી રૂૂા. 20 કરોડ સુધીની હોય તો ફરજિયાત લાઈસન્સ લેવું પડશે.

 

નોંધનીય છે કે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તા.13 માર્ચ 2026ના રોજ થયેલા હુકમ મુજબ લાઈસન્સ તેમજ રજિસ્ટ્રેશન કરવા વાર્ષિક ટર્નઓવરની મર્યાદામાં વધારો કરાયો છે. જેમાં હવે પછી વાર્ષિક રૂૂા. 1.50 કરોડ સુધીનુ ટર્નઓવર ધરાવતા ખાદ્ય એકમોને રજિસ્ટ્રેશન લેવાનું રહેશે. જ્યારે રૂૂા. 1.50 કરોડથી રૂૂા. 50 કરોડ સુધી વાર્ષિક ટર્નઓવર ધરાવતા ખાદ્ય એકમોને સ્ટેટ લાઈસન્સ લેવું પડશે. રૂૂા. 50 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ખાદ્ય એકમોએ સેન્ટ્રલ લાઈસન્સ લેવાનું રહેશે. જેનો અમલ તા.1 એપ્રિલથી શરૂૂ કરી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *