
શા માટે લેવાયો આ કડક નિર્ણય?
કેનેડાના ઓડિટર જનરલ કેરેન હોગન (Visa) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ‘ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ’ની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પ્રોગ્રામમાં મોટાપાયે છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ રિપોર્ટ બાદ, ઇમિગ્રેશન, રિફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ વિદ્યાર્થીઓની તપાસ તેજ કરી દીધી છે.
વિદ્યાર્થીઓ પાસે Visa માટે કયા દસ્તાવેજો માંગવામાં આવ્યા?
વિદ્યાર્થીઓને જે નોટિસ મળી રહી છે તેમાં નીચે મુજબની વિગતો માંગવામાં આવી છે:
DLI ઓફિશિયલ લેટર: તમારી સંસ્થા (Designated Learning Institution) તરફથી એક સત્તાવાર પત્ર, જે તમારી વર્તમાન નોંધણી (Enrollment) ની પુષ્ટિ કરે.
ટ્રાન્સક્રિપ્ટ્સ (માર્કશીટ): કેનેડામાં અત્યાર સુધી તમે જે પણ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હોય, તેના વર્તમાન અને પાછલા તમામ રિઝલ્ટ્સ.
સ્ટડી પરમિટ કમ્પ્લાયન્સ: તમે સ્ટડી પરમિટના તમામ નિયમોનું પાલન કરો છો કે નહીં તેની સાબિતી.
નોટિસમાં આપવામાં આવેલી ચેતવણી
IRCC એ નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે:
“જો જરૂરી દસ્તાવેજો 21 દિવસની અંદર જમા કરવામાં નહીં આવે, તો કેનેડામાં (Visa) તમારો ટેમ્પરરી રેસિડેન્ટ સ્ટેટસ (Temporary Resident Status) તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવશે.”
આનો સીધો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓ દસ્તાવેજો (Visa) આપવામાં નિષ્ફળ જશે, તેમણે કેનેડા છોડવું પડી શકે છે.
ઇમિગ્રેશન એક્સપર્ટ્સનું શું કહેવું છે?
ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સના મતે, આ કાર્યવાહી ઘણી મોડી કરવામાં આવી રહી છે. ગયા વર્ષે ફ્રોડના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તે સમયે ઘણા વિદ્યાર્થીઓએ નકલી દસ્તાવેજો પર વર્ક પરમિટ પણ મેળવી લીધી હતી. હવે દર મહિનાની 15 તારીખ સુધીમાં આ તમામ તપાસનો રિપોર્ટ હાઉસ ઓફ કોમન્સની સ્ટેન્ડિંગ કમિટીને સોંપવાનો આદેશ અપાયો છે.