રાજકારણમાં ખાખી વર્દીમાં જમાદાર નો વટ રહ્યો, મોટા ઉચ્ચ અધિકારી રાજકારણમાં ખૂબ ઓછું ઉકાળી શક્યા,

Spread the love

IPS Officer In Politicas : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. અઢળક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, પરંતુ છેલ્લા બે દિવસથી એક નામ ચર્ચામાં છે. આ નામ છે 42 વર્ષ સુધી IPS તરીકે સેવા આપી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા મનોજ નિનામાનું. આજે તારીખ 9-4-2026ના રોજ એમણે અરવલ્લીમાંથી ભાજપમાં વિધિવત્ પ્રવેશ કર્યો અને સાંજ થતાં થતાં મનોજ નિનામાને ટિકિટ પણ મળી ગઈ.

જોકે મનોજ નિનામા એવા પ્રથમ વ્યક્તિ નથી જેમણે આઇપીએસ તરીકે સેવા આપી હોય અને બાદમાં ગુજરાતના રાજકારણમાં જોડાયા હોય. અધિકારીઓ માટે રાજકારણમાં પ્રવેશ કરવો સરળ રહ્યો છે, પણ જીત માટે કપરા ચઢાણ ચડવા પડ્યા છે.

 

રાજકારણનો રંગ ત્રણ IPS ઓફિસરને પણ લાગ્યો હતો. તેમાંથી બે IPSની રાજકારણની બીજી ઇનિંગ સદંતર નિષ્ફળ રહી હતી. એમાંથી એક IPS આઈએસ સૈયદ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા અને પરાજીત થયા હતા. બીજા હતા બીડી વાઘેલા, જેમનો ઝાલોદ બેઠક પર પરાજય થયો હતો. જોકે વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર જસપાલસિંહ, રાવપુરા બેઠક પર ચૂંટાઈ જીત્યા હતા અને મંત્રી પણ બન્યા હતા.

 

એક એવી પણ વાત છે કે આઇપીએસ અધિકારીઓ કરતાં ગુજરાતમાં કૉન્સ્ટેબલ તરીકે સેવા આપી ચૂકેલા સરકારી કર્મચારીઓ રાજકારણમાં વધારે સફળ રહ્યા છે. સૌથી મોટું ઉદાહરણ એટલે કે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને નવસારી બેઠકના સાંસદ ચંદ્રકાંત પાટીલ જેને સીઆર પાટીલ તરીકે ઓળખીએ છીએ. શહેરામાંથી જેઠા ભરવાડ, લીંબડીથી ભવાન ભરવાડ, ચોટીલાથી શામજી ચૌહાણ અને હાલમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા.

મનોજ નિનામાની સાથે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી લડીને જીતનારા આઇપીએસ અધિકારી યાદ આવી જાય. નિવૃત્ત આઇપીએસ અધિકારી પીસી બરંડાએ અરવલ્લીથી બીજી વખત ચૂંટણીમાં જંપ લાવ્યું હતું. તેઓ ભિલોડાના વાંકાટીંબા ગામના વતની છે. જે ગામ રાજસ્થાનની સરહદ પાસે આવેલું છે. પીસી બરંડાએ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યોરિટી સંભાળી હતી. પ્રથમ ચૂંટણીમાં તેમનો કોંગ્રેસના નેતા અનિલ જોશિયારા સામે પરાજય થયો હતો. પ્રથમ વખત હાર્યા પણ બીજી વખત તેમણે કોંગ્રેસના રાજેન્દ્ર પારઘી અને આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોડાને પરાજય આપ્યો. તેઓ 25 વર્ષ બાદ વિધાનસભામાં જનારા આઇપીએસ અધિકારી બનેલા. અને મંત્રી પણ. અધિકારીમાંથી રાજનેતા બનેલા કેટલાક નેતાની લિસ્ટ પર એક નજર કરીએ તો…

1) બી.ડી વાઘેલા – ઝાલોદ બેઠક પરથી – હાર

2) જસપાલસિંહ રાવપુરા બેઠક – જીત – મંત્રી પણ બન્યા

3) IPS પીસી બરડા મંત્રી

4) IPS મનોજ નિનામાં – જિલ્લા પંચાયત

5) સીઆર પાટીલ હેડ કોન્સ્ટેબલ કેન્દ્રીય મંત્રી

6) IPS હરિકૃષ્ણ પટેલ- ભાજપ

7) ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલ – વિસાવદર ધારાસભ્ય

8) આર એમ પટેલ પૂર્વ ધારાસભ્ય

9) ડૉ સીજે ચાવડા વિજાપુર

10) IPS બીજે ગઢવી – સુરેન્દ્રનગર સંગઠન કોંગ્રેસ

11) IPS વીવી રબારી – કોગ્રેસના સલાહકાર હતા

12) આરઆર મહેતા DDO મહેસાણા કોંગ્રેસ

13) એમએસ પટેલ સુરત કલેક્ટર ભાજપમાં જોડાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *