ભારતમાં ગત દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો હતો. જેના પરિણામે ફરી લોકડાઉન વિવિધ રાજયોમાં તેની સરકાર દ્વારા લગાવવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોનાનું જાેખમ ભારત વાસીઓ પણ જજુમી રહ્યુ છે. જેના પરિણામે ભારત ભરની તમામ સ્કૂલો-કોલેજાે અને યુનિવર્સિટીઓ બંધ રાખવામાં આવી છે. બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ તેની મોટી અસર વેપાર ધંધા પર જાેવા મળી રહી છે. હાલ માં જ ય્ત્ન-૧૮ ખાતે માં શાળાનું નવુ સત્ર શરૂ થયુ છે. પરંતુ ઓનલાઇન અભ્યાસના કારણે સ્ટેશનરીની દુકાનના વેપારીઓને માલનુ વહેંચાણ થયુ જ નથી જેના પરિણામે મોટા પાયે નુકશાન થયુ છે.
ઓનલાઇન શિક્ષણના કારણે ચોપડા, પેન્શીલ, બોલપેન તેમજ અન્ય સ્ટેશનરીની વસ્તુઓનું પણ વેચાણ બંધ થતા બજારમાં વેપારીઓ નવરાધૂપ બેઠા જાેવા મળે છે. હાલ માત્ર પાઠય પુસ્તકોનું જ નહીવત વહેંચાણ થઇ રહ્યું છે. દર વર્ષની સરખામણીએ માત્ર ૨૫ ટકા જ વહેંચાણ થયુ છે. આ પરથી જાણી શકાય છે વેપારીઓને લાખોની નુકશાની વેઠવી પડી છે. લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ હતા. આથી લોકોની આર્થિક સ્થિતિ વધુ નબળી પડી ગયેલ છે. લોકોની ખરીદ શકિતઘટતા જરૂરતની વસ્તુઓનું વહેંચાણ થઇ રહ્યું છે. ઓનલાઇન અભ્યાસના કારણે ચોપડા, પેનનો વપરાશ ઘટયો છે. ય્ત્ન-૧૮ જિલ્લામાં અંદાજે ૬૩૦ નાની મોટી સ્ટેશનરીની દુકાનો છે. આ તમામ દુકાનોની હાલત કપરી છે.
સ્ટેશનરીનો ધંધો પૂર જાેશમાં હોય છે જેની સામે હાલ ૪૦૦માંથી માત્ર ૮૦ વિદ્યાર્થીઓ જ ખરીદી કરી રહ્યા છે અને તે પણ માત્ર હાલ સ્કુલ શરૂ થતા પાઠય પુસ્તકોની જ ખરીદી કરે છે. તેમાં પણ સ્કુલની સૂચના હોય તેવા બાળકો જ ખરીદી માટે આવે છે.
દર વર્ષે ૧ જૂનથી નવુ સત્ર શરૂ થતા ૧ જૂનથી ૧૭ જૂન સુધી સ્ટેશનરીમાં પાઠય પુસ્તક ચોપડા, નોટબુક બોલપેન, પેન્સીલ, કવર સહિત અનેક વસ્તુઓનું વહેંચાણ પૂર જાેશમાં થાય છે. દર વર્ષે અંદાજે ૪ કરોડનો ધંધો થાય છે. જેની સામે આ વર્ષે માત્ર ૮૨ લાખનો જ ધંધો થયો છે. વેપારીઓને ૨.૧૮ કરોડથી વધુનું નુકશાન થઇ રહ્યું છે.આગામી ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી આગાહી થઇ રહી છે. આથી આગામી સમયમાં પણ સ્કુલ કોલેજાે ખુલે તેવી કોઇ સંભાવના નથી ત્યારે વેપારીઓની સ્થિતિ વધુ કપરી બને તેવી સંભાવના છે. રાજકોટની તમામ સ્ટેશનરીમાં સ્ટોક ફુલ છે. પરંતુ વહેંચાણ ન થતા માલના થપ્પા લાગી ગયા છે.
૬ મહિનામાં ૮૦ સ્ટેશનરીની દુકાનો બંધ થઇ
ય્ત્ન-૧૮ ૪૦૦ દુકાનો સ્ટેશનરીની છે. જેમાં નાના વેપારીઓને આર્થિક નુકશાની થતા તેઓએ દુકાન બંધ કરવાની ફરજ પડી છે. ય્ત્ન-૧૮ જીલ્લાના ૮૦ જેટલા સ્ટેશનરીના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી અન્ય ધંધો શરૂ કરી દીધો છે. કેટલાકે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યુ તો કોઇએ ફૂડ સ્ટોલ શરૂ કર્યા. આગામી સમયમાં પણ ઓનલાઇન શિક્ષણ શરૂ રહેશે તો વધુ વેપારીઓને નુકશાની વેઠવી પડશે અને આ આંકડો વધી પણ શકે છે.