GJ-૧૮ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાંથી રોજબરોજ ૧હજારથી વધારે અરજદારો પોતાના કામ માટે આવતાં હોય છે, જેમાં આવકનો દાખલો રેશનકાર્ડ કઢાવવું, ચાલ- ચલગતનું પ્રમાણપત્રથી લઇને અનેક દાખલાઓ અહીંથી નીકળે છે, ત્યારે કલેક્ટર કચેરીની બહાર બારીઓમાંથી કાગળો પુરા અરજદારો પાડે ત્યારે કાઢી આપવામાં આવે છે. ત્યારે બારીની બહાર અને કલેક્ટર લોબીમાં શેડ ન હોવાથી અરજદારો ૪૫ ડિગ્રી તાપમાં તપી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ શેડ નાંખવામાં આવે તેવી ચર્ચા જાેવા મળી રહી છે.
કોરોના કાળ દરમ્યાન કલેક્ટર કચેરી ખાતે કામો હાલ પૂરતું બંધ હતાં, પણ હવે શરૂ થતાં અરજદારોની ભીડ હવે વધવા માંડી છે. ત્યારે ઉનાળાની ૪૫ ડીગ્રી તાપમાનમાં અરજદારો તપી રહ્યા ચે. એક અરજદાર પોતાનું કામ લઇને બારી પાસે ઉભો રહે એટલે ઓછામાં ઓછી ૭ મીનીટ થાય, ત્યારે ૧૦ અરજદારો હોય તો ૧ કલાકથી પણ વધારે સમય ઉભા રહેવું પડે, ત્યારે ૪૫ ડિગ્રી તાપમાનમાં અરજદારો પણ ગરમીથી પરેશાન થઇ ગયા છે. ત્યારે લોકોમાં શેડ નાંખવાની પણ માંગ ઉઠવા પામી છે. હવે આવનારા દિવસોમાં વરસાદી માહોલ આવે ત્યારે શેડ હોય તો ઉનાળા અને ચોમાસામાં અરજદારોને રાહત મળે જેથી શેડ નાંખવા માટે લોકમાં માંગણી ઉઠવા પાણી છે.