ભારતીય ચલણની રૂ.૫૦૦ ના દરની બનાવટી નોટો છાપેલ સીટ નંગ- ૦૬ તથા અન્ય સામગ્રી મળી કુલ્લે કિ.રૂ.૫૦,૦૦૦ મત્તાના મુદ્દામાલ મળી આવ્યો : કેસના આગળની તપાસ પો.ઈન્સ.સી.બી.ચૌહાણ ચાલવી રહ્યા છે
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઈમબ્રાંચ અમદાવાદમાં બનાવટી ચલણી નોટો અંગેના ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર,એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર પી.વી.દેસાઇ તથા પોલીસ ઈન્સ્પેક્ટર સી.બી.ચૌહાણના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.જે.બી.દેસાઇ ને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ બાપુનગર, વિસ્તારમાં આવેલ આરોપીના ઘરમાંથી આરોપીઓ નં.(૧) ભાવેશ સ/ઓફ દલસુખભાઇ મકવાણા, તથા નં.(૨) અનિલ સ/ઓફ નરસિંહભાઇ અશ્વાર, તથા નં.(૩) જીતેન્દ્રકુમાર ઉર્ફે જિતુ સ/ઓફ રામજીભાઇ પ્રજાપતિને ભારતીય ચલણની રૂ.૫૦૦ ના દરની બનાવટી નોટો નંગ-૧૩૩ તથા ભારતીય ચલણની રૂ.૫૦૦ ના દરની બનાવટી નોટો છાપેલ સીટ નંગ- ૦૬ તથા અન્ય સામગ્રી મળી કુલ્લે કિ.રૂ.૫૦,૦૦૦ મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા તેઓ તમામ વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ કલમ ૬૧, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧ મુજબ ધોરણસર ફરીયાદ દાખલ કરાવેલ છે. જેની આગળની તપાસ પો.ઈન્સ.સી.બી.ચૌહાણ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત:-
1. ભાવેશ સ/ઓફ દલસુખભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહે. બ્લોક નંબર 677/4430 ગુ.હા.બોર્ડના મકાન, બાપા સીતારામની મઢુલી, ભિડભંજન રોડ, બાપુનગર, અમદાવાદ શહેર મુળ રહે. બૌધ નગર સોસાયટી, નજરબાગ રેલ્વે સ્ટેશન સામે, ભડીયાદ-૨, મોરબી- ०२
ગુનાહીત ઇતિહાસ:-
1) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-1/0160/2017 ઇ.પી.કો. ૩૦૨, ૩૪ વિગેરે.
2) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- 11189005240253/2024 ભારતીય ન્યાય સંહિતા ની કલમ-૨૭૯ વિગેરે
3) એ ડિવિઝન મોરબી સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં II/0572/2019 ઇ.પી.કો. ૨૮૩.
1. અનિલ સ/ઓફ નરસિંહભાઇ અશ્વાર ઉ.વ.૩૧ રહે. કૃષ્ણનગર-૦૨, ગાયત્રીનગરની બાજુમાં, નવલખી રોડ, મોરબી શહેર મુળ રહે. ઓલ્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુલાબનગર શેરી, વિસીપરા મેઇન રોડ, મોરબી.
2. જીતેન્દ્રકુમાર ઉર્ફે જિતુ સ/ઓફ રામજીભાઇ પ્રજાપતિ ઉ.વ.૪૩ રહે. સેક્ટર-૦૪/કે મકાન નંબર-૫૪, વિવેકાનંદ નગર, વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વટવા અમદાવાદ
ગુનાહીત ઇતિહાસ
1) વિવેકાનંદ અમદાવાદ શહેર ગુ.ર.નં. II/0016/2017 અનૈતિક વ્યાપારની કલમ- ૩, ૪, ૫ મુજબ.
2) વિવેકાનંદ અમદાવાદ શહેર ગુ.ર.નં. II/0121/2017 જુગાર ધારા કલમ- ૧૨ મુજબ.
3) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- 11189005211103/2021 જુગાર ધારા કલમ- ૧૨ મુજબ.
4) હળવદ પોલીસ સ્ટેશન, મોરબી ગુ.ર.નં- 11189001240700 /2024 એન.ડી.પી.એસ. કલમ- ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ પોલીસ
સ્ટેશન, મોરબી ગુ.ર.નં-
5) માળીયામિયાણા 11189002210764/2021 જુગાર ધારા કલમ- ૧૨ મુજબ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઈ
પોલીસ ઇન્સ્પેકટરશ્રી સી.બી.ચૌહાણ
પો.સ.ઇ.શ્રી જે.બી.દેસાઇ
એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ મંગળસિંહ,
એ.એસ.આઇ. અજયકુમાર જાબરમલ
હે.કો. જયરાજસિંહ વિક્રમસિંહ
હે.કો. મુકેશભાઇ કાનાભાઇ
પો.કો. રાહુલસિંહ જીલુભા,
પો.કો. જયપાલસિંહ દશરથસિંહ
