વાંદરા મારવા મૂકેલો ઝેરી લાડુ 4 વર્ષનો માસૂમ ખાઈ ગયો! એકના એક દીકરાના કરુણ મોતથી પરિવારમાં ભારે આક્રંદ

Spread the love
તેલંગાણાના ગોવિંદરાવપેટ મંડળની એનટીઆર કોલોનીમાં રહેતા શ્રવણ નામના વ્યક્તિનો 4 વર્ષનો પુત્ર અશ્વિની નંદન ઘર પાસે રમી રહ્યો હતો. રમતા-રમતા તેને  રસ્તામાં લાડુ મળી આવ્યો હતો. માસૂમ બાળક તેને તેને ખાઈ લીધો હતો. લાડુ ખાધાના થોડી જ વારમાં બાળકની તબિયત લથડવા લાગી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

બાળકની હાલત બગડતા ગભરાયેલા પરિવારજનો તેને તાત્કાલિક એમજીએમ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ઝેરની અસર આખા શરીરમાં ફેલાઈ ગઈ હોવાથી ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં માસૂમ અશ્વિનીનો જીવ બચાવી શકાયો નહોતો. પરિવારના એકમાત્ર દીકરાના મોતના સમાચાર મળતા જ ઘરમાં આક્રંદ છવાઈ ગયો છે.

 

પંચાયત કર્મચારીઓ પર બેદરકારીનો આરોપ

સ્થાનિક રહીશોનો ગંભીર આરોપ છે કે ગ્રામ પંચાયતના કર્મચારીઓએ વાંદરાઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે આ ઝેરી લાડુ ઠેર-ઠેર મૂક્યા હતા. લોકોનું કહેવું છે કે વાંદરાઓને મારવા માટે અપનાવાયેલી આ રીત અત્યંત જોખમી અને બેદરકારીભરી હતી, જેના કારણે આજે એક નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

 

પશુ પ્રેમીઓ અને રહીશોમાં ભારે આક્રોશ

આ ઘટનાને પગલે પશુ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પશુ પ્રેમીઓનું કહેવું છે કે નિર્દોષ પ્રાણીઓને મારવા માટે આ રીતે ઝેરનો ઉપયોગ કરવો એ ગુનો છે. બીજી તરફ, લોકો આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

 

પોલીસ તપાસ અને કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઝેરી પદાર્થ કોણે અને કોના આદેશથી ત્યાં રાખ્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *