ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ વારંવાર કરવામાં આવે છે. પરંતુ પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા ધારાસભ્યોના ક્વાર્ટરમાં જ બનેલી એક ઘટનાએ સરકારના દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. અહીં કોંગી ધારાસભ્યના ક્વાર્ટરમાં રહેતી યુવતી સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે કામ કરતા યુવાને છેડતીનો પ્રયાસ કર્યો.યુવાને એમએલએ ક્વાર્ટરમાં દારૂ પીને ધમાલ મચાવી યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ થયો છે. પીડિત યુવતીએ તેના રૂમમાં રહેલી અન્ય યુવતીઓને ઘટના વિશે જાણ કરી હતી. જે બાદ તમામ યુવતીઓએ સદસ્યતા નિવાસના ઇન્કવાયરી ઓફિસમાં જઇને ફરિયાદ કરી. જાે કે યુવતીની ફરિયાદ બાદ ઇન્કવાયરીના અધિકારીઓએ યુવકને સમજાવ્યો.
તેમજ યુવક સામે કડક પગલાં લેવાની ખાતરી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.