જન્મના બે મહિનામાં જ અડાલજ નજીકની એક શ્રમજીવીના બાળકનું બીજી વખત અપહરણ થતા અભણ અને ગરીબ વર્ગના શ્રમજીવી દંપતીની વેદના ગાંધીનગર જીલ્લા પોલીસના હૃદયને સ્પર્શી જતા રાત-દિવસ એક કરી ચાર દિવસ પૂર્વે થયેલા બે માસના બાળકનાં અપહરણ નો ભેદ ખોલવામાં સફળ થતા સમગ્ર શહેરમાં જીલ્લા પોલીસ પ્રત્યે પ્રેમની લાગણીઓ પ્રસરી જવા પામી છે.
અડાલજ ઝુંડાલ રોડ પર ચાર દિવસ પૂર્વ દિપક નામના બાળકનું અપહરણ થયું હતું તેની માતા બાળકને પડેલ સાયકલની પાછળ ઝુંલામાં સુવડાવી કચરો વિણવા ગઇ ત્યારે આ ઘટના બની હતી. અભાગી શ્રમજીવીને માથે ફરીવાર આફત ઉતરપી હતી. જાે કે જીલ્લા પોલીસ વડાએ આ બાળકને શોધી કાઢવા સમગ્ર જીલ્લા પોલીસ તંત્રને કામે લગાડી દીધુ હતું. અપહરણ કર્તાઓ સુધી પહોંચવા માટે ચાર જીલ્લાનાં ૭૦૦ જેટલા સી.સી.ટીવી ફૂટેજ તપાસ્યા હતા. જે તપાસ તેઓને બાંસવાડા (રાજસ્થાન) સુધી લઇ ગઇ હતી. અને બાળકનું અપહરણ રાજસ્થાનનાં દંપતીએ પોતાને સંતાન નહી થતા અપહરણ કર્યાનું ખૂલ્યું હતું. બાળકને હેમખેમ વહેલી સવારે ઓપરેશન પાર પાડી છોડાવ્યું હતું. અગાઉ આજ બાળકનું પહેલી એપ્રીલના રોજ અપહરણ થયું હતું. અને ફરીવાર ૬૬ દિવસમાં બીજી વાર અપહણ થયું હતું.
આજ બાળકનું અપહરણ ૫ જૂને થયું હતું. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. ચાર દિવસ સુધી સતત શોધખોળ હાથ ધરી હતી. તેમજ ૫૫૦ જેટલા સી.સી. ટીવી કેમેરા ચેક કરી ૨૭૬ કિલોમીટર દુર બાંસવાડાથી અપહરણ કર્તા દંપતીને ઝડપીને બાળકનો કબજાે મેળવી લીધો હતો.
બાળકની તપાસ દરમ્યાન પ્રારંભીક અપહરણકારોની ઓળખ મેળવવા પોલીસ માટે અશ્યક્ય હતું આ અપહરણમાં ક્યા વાહનનો ઉપયોગ, મહિલા કે પુરૂષે અપહરણ કર્યું છે.તેનો કોઇ દાર્શનીક પુરાવો ન હતો. જે સ્થળે થી અપહણ થયું હતું. ત્યાં કોઇ સી.સી.ટીવી. ન હોવા થી ગૂનાનાં મૂળ સુધી પહોંચવાનું પડકાર જનક હતું.
આ તપાસ ચાલીરહેલ હતી તે સમયે એલ.સી.બી-૨ ની ટીમનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા સિહતની એક ટીમ ઘટના સ્થળેથી થોડે દુર આવેલ એક રેસીડન્ટ વિસ્તાર ની સોસાયટીનાં સી.સી. ટીવી. ફૂટેજ કરી રહ્યા હતા ત્યારે એક બાળક ચાલક તેઓને સંદિગ્ધ હાલતમાં દેખાયો હતો. જાે કે દુર હોવાથી બાઇક ચાલકનો ચહેરો અને બાળક નો પ્લેટ નંબર સ્પષ્ટ જાેઇ શકાતા ન હતા. ફૂટેજ માં એક બાળક ચાલક યુ ટર્ન લેતા જાેવા મળ્યો જેથી પો.ઇન્સ.એચ.પી. ઝાલા ને શંકાજતા આ ચાલકની ભાળ મેળવવા વધુ તજવીજ હાથ ધરી હતી. જેમાં ૭૦૦ જેટલા સી.સી. ટીવી કેમેરા ચેક કર્યા હતા. બાદ પોલીસને બાઇક ચાલક સે.૨૧ ખાતેથી પસાર થયેલા બાઇકની ડેકી પર કપડામાં વીંટાળેલું બાળક દેખાયું હતું. આ બાઇક ચાલક અને પાછળ બેઠેલી મહિલા ચિલોડા તરફ જતા જણાયા હતા. વધુ ફૂટેજ તપાસતા બાઇક રાજસ્થાનનાં બાંસવાડા તરફ ગયુ હોવાનું જણાયું હતું. અને બાઇક નો નંબર પણ મળી ગયો હતો. શંકસ્પદ બાઇક નાં નંબરની વધુ તપાસ હાથ ધરવામાં આવતા એક ટીમને બાઇક નંબરના આદારે મૂળ માલીક સુધી પહોંચી મૂળ માલીક પાસેથી બાઇક બાસંવાડાના દિનેશને આપ્યું હોવાનું ખૂલતાં રાજસ્થાનનાં બાસંવાડા ખાતે પહોચી ને અંતરીયાળ વિસ્તાર તોરણા ગામનાં ખેતરમાંથી વહેલી સવારે આરોપીનાં ઝુંપડામાંથી મહિલા સાથે બાળકને ઝડપી લેવાયા હતા. અને પોલીસે યુક્તી પૂર્વક દિનેશને બોલાવી તેની પણ ધરપકડ કરી હતી. આરોપીઓએ પ્રાતમીક તપાસ માં પોતાને બાળક થતુ ન હોઇ બાળકનું અપરહણ કર્યું હતું. પોલીસે બાળકને હેમખેમ તેના માતા-પિતાને સોપી દીધું હતું.
નોંધનીય છેકે આ તપાસમાં એલ.સી.બી-૨ નાં પોલીસ અધિકારી એચ.પી. ઝાલાની તીક્ષ્ણ નજરે ઘાસ માંથી સોંય મેળવી હોયતેમ આરોપી એ બાઇકનો યુ ટર્ન લીધો હતો જે તેઓને શંકાશીલ લાગતા આગળ જતા તેમની શંકા એ રંગ રાખ્યો અને આરોપી ના બાસંવાડા નાં સ્થાન સુધી પોલીસ પહોંચી શકી.વધુમાં આ બનાવની કામગીરીમાં વિશીષ્ડ ભૂમીકા ભજાવનાર એવા હરદેવસિંહ, અજ્જાદ હુસેન, સુરેન્દ્રસિંહ અને વુમન કોન્સ્ટેબલ જાગૃતીબા ઝાલાને ફાળે જાય છે તેવું જીલ્લા પોલીસ વડાએ જાહેરમાં જણાવીને અભિવાદન કરેલ છે. ચારેય કર્મીઓ ધન્યવાદ ને પાત્ર છે.