
આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ dpegujarat.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
વિદ્યાસહાયક ભરતીની સંપૂર્ણ વિગત
હાલ રાજ્યની વિવિધ શાળાઓમાં શિક્ષકોની અછત છે. તેથી આ ભરતી ઝુંબેશનો મુખ્ય હેતુ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવાનો છે. આ ભરતી ખાસ કરીને ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવા ઈચ્છતા ઉમેદવારો માટે છે.
અરજી પ્રક્રિયા ક્યાર સુધી ચાલશે?
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો માત્ર 10 દિવસનો જ રાખવામાં આવ્યો છે. 15 એપ્રિલથી શરૂ થયેલી આ પ્રક્રિયા 24 એપ્રિલ 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. રસ ધરાવતા ઉમેદવારો dpegujarat.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
શું લાયકાત હોવી જોઈએ?
જે ઉમેદવારોએ ટેટ-૧ (TET-1) એટલે કે શિક્ષક પાત્રતા કસોટી સફળતાપૂર્વક પાસ કરી છે, તેઓ જ આ ભરતી માટે લાયક ગણાશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, અરજદારો પાસે D.El.Ed. (પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમા) અથવા તેને સમકક્ષ માન્ય ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત જે ઉમેદવારો હાલમાં D.El.Ed. ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને TET-1 પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તેઓ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.