ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધું છે. ઈરાને ચેતવણી આપી હતી કે જો અમેરિકા ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવશે નહીં, તો આ જળમાર્ગ ફરી એકવાર બંધ થઈ શકે છે અને આ દરમિયાન ઈરાને હવે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ઈરાનના સંયુક્ત લશ્કરી કમાન્ડે શનિવારે જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ પરનું નિયંત્રણ છેલ્લે જેમ હતું તે સ્થિતિ પર પાછું આવી ગયું છે અને હવે તે સશસ્ત્ર દળોના કડક દેખરેખ અને નિયંત્રણ હેઠળ છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જ્યાં સુધી અમેરિકા ઈરાની બંદરોની નાકાબંધી ચાલુ રાખશે ત્યાં સુધી આ જળમાર્ગ દ્વારા જહાજોની અવરજવર બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે ઈરાને અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી હોવા હોવા છતાં શનિવારે ઘણા ઓઈલ ટેન્કરોને પર્સિયન ગલ્ફમાં યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. આ જહાજો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી પસાર થઈ શક્યા નહોતા. જોકે, તે સ્પષ્ટ નથી કે જહાજોએ તેમની મુસાફરી કેમ અટકાવી અને પાછા ફર્યા.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરવાની ધમકી આપી હતી
હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલ્યા પછી પણ જહાજો જળમાર્ગ પરથી પાછા ફરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઈરાને ટ્રમ્પને ધમકી આપી હતી કે જો અમેરિકા તેની નાકાબંધી હટાવશે નહીં તો હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર બંધ કરવામાં આવશે. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે અંતિમ ડીલ ન થાય ત્યાં સુધી યુએસ દળો હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી જાળવી રાખશે. પરિણામે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે.