ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગામોના આંતરિક માર્ગો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા ૧૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના 10 ગામોના વિવિધ કાચા આંતરિક માર્ગોને ડામર વાળા તેમજ માર્ગને પહોળા કરવાની કામગીરી કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રૂપિયા 10 કરોડની મંજૂરી આપી છે. જેમાં બોરૂ શિવપુરા જોડતો હાઇવે સુધી રોડ, બાલવા ગોજારીયા હાઈવે થી મણીનગર (સોજા) દુધ મંડળી થઈ આમજા ગામને જોડતો રોડ, અંજનપુરા (સમૌ) ગામથી ચરાડા ગોઝારીયા હાઇવેને જોડતો મુખ્ય કેનાલ સુધીનો રોડ,ઉમિયાનગર સ્મશાન થી ટીંટોદણ બિલોદરાને જોડતો નવીન રોડ,પટેલપુરા (ખડાત) પંચાલપુરાને જોડતો રોડ, ખરણા કાળીયા તળાવ થઈ ઇટાદરાને જોડતો રોડ, પ્રતાપપુરા થી બીમ્બોદ્રાને જોડતો રોડ, જામળા થી વાગોસણાની જોડતો રોડ,
થ્રુ રૂટ, અ.જી.મા. અને ગ્રા.મા અંતર્ગત પલીયડ થી સોજા રોડ અને રાજપુરા (માણસા) એપ્રોચ રોડને પહોળા કરવાની કામગીરી કરવામાં આવશે.