કોરોનાની મહામારી બાદ મહાનગરો કમિશ્નર, બોર્ડ નિગમના MD, જિલ્લા વહીવટી તંત્રમાં મોટા ફેર બદલીની તૈયારી

Spread the love

ગુજરાતમાં IAS ની બદલીઓનો દોરમાં હમણાંજ ૨૧ જેટલું લીસ્ટ જાહેર થયેલ છે. ત્યારે સચિવાલય જાેવા જઇએ તો મોટાભાગે ઘરડાઓનું ઘર બની ગયું હોય તેમ સનદી અધિકારી ઓ મોટાભાગના રીટાયર્ડ બાદ એક્ષટેન્શન રૂપે ચલાવી રહ્યું છે. ત્યારે GJ-૧૮ એવા મનપાના કમિશ્નરની પણ બદલી થાય તેવી સુત્રો પાસે માહિતી મળી છે. અને સારી જગ્યાએ પર્ફોમન્સ સાથે જાય તેવી વકી છે. ત્યારે સરકાર દ્વારા બદલીઓનું લીસ્ટ તૈયાર છે. પણ સુધારા વધારા સાથે હજુ ક્યાંક ક્યાંક શનિનો હાઉ પ્રસ્થાપિત થતાં સરકી જાય છે. ત્યારે હવે વિધાનસભાની આવનારી ૨૦૨૨ની ઝૂંટણી પહેલાં અનેક બદલીઓનો દોર આવી રહ્યો છે.ત્યારે રાજ્યના ૩૩ જિલ્લાના ગુજરાતના વહીવટી તંત્રમાં ૨૬ આઇએએસ અધિકારીઓની બદલી કર્યા પછી બીજા રાઉન્ડમાં મહાનગરોના કમિશનર, બોર્ડ-નિગમના એમડી અને જિલ્લા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલ આવી રહ્યાં છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની બદલીઓ તોળાઇ રહી છે. ટૂંકસમયમાં આ ઓર્ડર થાય તેવી સંભાવના છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વના ફેરફારો કરવા માગે છે. જાે કે બદલીના ઓર્ડર કરતાં પહેલાં લીસ્ટને હાઇકમાન્ડના પરામર્શમાં મોકલવામાં આવે છે. પ્રથમ તબક્કાની જે બદલીઓ થઇ છે તેમાં દિલ્હીથી કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને સરકારના વહીવટી તંત્રમાં મોટા ફેરફારોને અવકાશ છે.રાજ્યના ૩૩ જિલ્લાના કલેક્ટરો પૈકી મહત્વની જગ્યાએ ફેરફારો થશે. ડીડીઓ પણ બદલાશે. એ સાથે એક જ જગ્યાએ જેમને ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં છે તેવા અધિકારીઓ પણ બદલાશે. સચિવાલયના વિભાગોમાં પણ હજી ફેરફારો થાય તેવી સંભાવના છે. હાલ મહેસાણા, વડોદરા અને ખેડા જિલ્લા કલેક્ટરની જગ્યા ખાલી છે તેથી તે ભરવા માટે નવી નિયુક્તિ કરવામાં આવે તેમ મનાય છે.
રાજ્યના પોલીસ વિભાગમાં પણ ફેરબદલ થવાના છે. જિલ્લાના એસપી કે જેઓ ત્રણ વર્ષથી એક જ જગ્યાએ તેમને બદલાશે. એ ઉપરાંત શહેરોના પોલીસ કમિશનરો પણ બદલાશે. પોલીસ ભવનના વિવિધ વિભાગોમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રમાં હજી ૪૦થી વધુ અને પોલીસ વિભાગમાં ૫૫થી વધુ બદલીઓ તોળાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com