ગાંધીનગરના ખ-૦ સર્કલ પાસે આવેલ પાન પાર્લર ના માલીક દ્વારા કાયદાની ઐસી તૈસી કરીને પાર્લર ખુલ્લું રાખ્યું હતું અને ત્યાં યુવકોના ટોળે ટોળા એકઠા થયેલા જાેવા મળતા હતા. જાેકે સૌથી મોટું ટોળું ચાર- ગાંઠીયાની દુકાન પાસે હતું. સાંજે સાત વાગ્યા પછી પણ પાન -નાસ્તાની દુકાનો ચાલુ રહેતાં તેમજ વધુ ને વધુ ભીડમાં સતત વધારો થઈ રહ્યો હતો.લોકડાઉન ની સમય મર્યાદા કે કોરોના વાયરસ નો ડર દુકાનદારો અથવા નાગરિકોના ચહેરા ક્યાંય જાેવા મળતો ન હતો. વેપારીઓ ને પોતાના ધંધાની જાણે વધુ ચિંતા હોય તેમ વધુ કમાણી કરવાની વૃત્તિ છતી થઇ રહી હતી. આ દરમીયાન એક જાગૃત નાગરીક આ સ્થળેથી પસાર થયા હતા. તેમને ખ -૦ સર્કલ ની નજીક આવેલ દુકાનો ઉપર ચા- નાસ્તા અને પાન -મસાલા માટે ઉમટેલી ભીડ ને કેમેરામાં કંડારવા માંડી હતી. તેમાં અનેક લોકો માસ્ક વગર ચા ની દુકાને સીગરેટ પીતા જાેવા મળ્યા હતા. તે સમયે અંદાજે ૨૦૦થી વધુ નાગરીકો દુકાન ની આસપાસ ભેગા થયેલ જણાતા હતા. આમ જાગૃત નાગરરીકે વીડિયો ઉતારી ને રાજ્યના એક ઉચ્ચ અધિકારી જેઓ કાયદો અને વ્યવસ્થા વિભાગના એડી. ડી.જી.પી. નરસિમ્હા કોમાર ને આ બાબતની ફોન ઉપર રજૂઆત કરી તેમજ જિલ્લા કલેકટર શ્રી ને પણ હકીકતથી વાકેફ કર્યા હતા. તેઓએ સેકટર-૭ પોલીસ ની ફરજ ઉપર ની ગંભીર પ્રકારની બેદરકારી છતી કરી હતી. તેમજ સાથોસાથ જિલ્લાના પોલીસ વડા પણ સેકટર-૭ પોલીસ ની વિવાદાસ્પદ કામગીરી પર ચાંપતી નજર રાખે તેવી અન્ય લોકોએ પણ રજૂઆત માં જણાવેલ.
શહેર ના બૌદ્ધિકો પણ ઈચ્છી રહ્યા છે કે સરગાસણ ચોકડી કોરોનાનું એપી સેન્ટર બને તે પહેલા સેક્ટર- ૭ ત્યા અન્ય જવાબદાર સરકારી તંત્ર નક્કર અને કાયદાકીય કાર્યવાહી કરે તેવી જરૂર હોવાનું જણાવી રહ્યા છે. અને જિલ્લા એસ.પી એ પણ આ ઘટના સંબંધિત થયેલ કાર્યવાહીનું પ્રથમકરણ કરી ઢીલાસ કરાઈ હોય તો સ્થાનીક પોલીસ વિરુદ્ધ કાયદેસર ખાતાકીય તપાસના આદેશ કરે.