ટ્રમ્પે ભારત-ચીનને કહ્યા ‘નરક’, અમેરિકામાં ભારતીયોની નોકરી અને નાગરિકતા પર તોળાતું સંકટ

Spread the love
Trump’s Hellhole Remark: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લાંબો પત્ર પોસ્ટ કરીને ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે અમેરિકાની ‘બર્થરાઈટ સિટિઝનશિપ’ (જન્મના આધારે નાગરિકતા) નીતિની ટીકા કરતા ભારત અને ચીન માટે ‘હેલહોલ’ (Hellhole – નરક) જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

“ભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને બોલાવે છે”

 

ટ્રમ્પે (Trump) પોતાના પત્રમાં લખ્યું છે કે, અમેરિકામાં જન્મતાની સાથે જ બાળક નાગરિક બની જાય છે અને ત્યારબાદ તે પરિવારના સભ્યોને ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ ‘નરક’ માંથી અમેરિકા બોલાવી લે છે. ટ્રમ્પનો દાવો છે કે વિદેશીઓ આ નીતિનો દુરુપયોગ કરીને પોતાના આખા પરિવારને અમેરિકામાં વસાવી રહ્યા છે, જેને તેઓ અટકાવવા માંગે છે.

કેલિફોર્નિયાના ટેક સેક્ટર પર નિશાન: નોકરીઓ પર ખતરો?

 

ટ્રમ્પે માત્ર નાગરિકતા જ નહીં, પરંતુ રોજગારીના મુદ્દે પણ ભારતીયોને નિશાન બનાવ્યા છે:

 

ભારતીયોનું વર્ચસ્વ: તેમણે દાવો કર્યો કે કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ છે, જેને કારણે સ્થાનિક અમેરિકનો માટે તકો મર્યાદિત બની રહી છે.

 

સરકારી સેવાઓનો દુરુપયોગ: પત્રમાં આરોપ છે કે ઈમિગ્રન્ટ્સ અમેરિકાની આરોગ્ય સેવાઓ અને ટેક્સપેયર્સના પૈસા પર ચાલતી સરકારી સુવિધાઓનો દુરુપયોગ કરી રહ્યા છે.

 

 

બર્થરાઈટ સિટિઝનશિપ પર રાષ્ટ્રીય મતદાનની માંગ

 

ટ્રમ્પનું માનવું છે કે જન્મના આધારે નાગરિકતા આપવાનો મુદ્દો અદાલતો કે વકીલોએ નક્કી ન કરવો જોઈએ, પરંતુ તેના પર રાષ્ટ્રીય સ્તરે મતદાન (Referendum) થવું જોઈએ. તેમણે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પોલ મુજબ બહુમતી લોકો આ નીતિને મર્યાદિત કરવાના પક્ષમાં છે.

ACLU ને ગણાવી ગુનેગાર સંસ્થા :Trump

 

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) પર પ્રહાર કરતા ટ્રમ્પે (Trump) તેને ‘ગુનેગાર સંસ્થા’ ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સંસ્થા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ફાયદો પહોંચાડે છે અને તેમની સામે સંગઠિત અપરાધ વિરોધી કાયદા (RICO) હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

 

ટ્રમ્પના (Trump)આ વલણથી એચ-1બી (H-1B) વિઝા ધારકો અને અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો આ પ્રકારની નીતિઓ અમલમાં આવે તો ભવિષ્યમાં ભારતીયો માટે અમેરિકાના દરવાજા મુશ્કેલ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *