આખા દેશમાં સનસનાટી મચી જાય તેવો ક્રાઈમ : 19 વર્ષના યુવકે 24 કલાકમાં બે યુવતી પર બળાત્કાર કર્યા, એકની હત્યા કરી

Spread the love
દક્ષિણ પૂર્વીય દિલ્હીના ઈસ્ટમાં કૈલાશ વિસ્તારમાં બુધવારે આઈઆરએસ (IRS) ની દીકરીની હત્યાએ આખા દેશને હચમચાવી દીધું છે. 19 વર્ષના નોકર યુવકે આઈઆરએસની 22 વર્ષીય દીકરી સાથે બળાત્કાર કર્યા બાદ નિર્દયી રીતે તેની હત્યા કરી હતી. આ હત્યા કર્યાના થોડા કલાક પહેલા જ તે રાજસ્થાનના અલવરમાં પોતાના ગામમાં એક મહિલા સાથે બળાત્કાર કરીને નીકળ્યો હતો.

અલવરમાં મહિલા સાથે યૌન ઉત્પીડન બાદ તે દિલ્હી પહોંચ્યો હતો, અને ત્યાં બીજા ક્રાઈમને અંજામ આપ્યો હતો.

 

શું છે સમગ્ર મામલો

બુધવારે દિલ્હીમાં 11 વર્ષીય એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ અને યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવતી સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મોબાઈલ ફોનના ચાર્જરનો ઉપયોગ કરીને પીડિતાનુ ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે પહેલા તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

 

બદલો લેવા માંગતો હતો નોકર

આરોપી યુવકનું નામ રાહુલ મીણા હોવાનું ખૂલ્યુ છે. જે દિલ્હીમાં આઈએસઆર અધિકારીના ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો. પરંતું એક મહિના પહેલા જ આઈઆરએસ અધિકારીએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ યુવકને બીજા નોકર પાસેથી ઉધાર લઈને તેમના રૂપિયા પરત ન કરવાની આદત હતી.

 

આરોપી યુવકે પોલીસ સામે પોતાના ગુનાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે, તેણે માત્ર રૂપિયા માટે હત્યાને અંજામ આપી હતી. હવે તેને ચાર દિવસના રિમાન્ડમાં મોકલાયો છે. જ્યાં પોલીસ તેની પૂછપરછ કરશે. પોલીસ તેને ઘટના સ્થળે લઈ જશે, જેથી કરીને ક્રાઈમનું રિ-કન્સ્ટ્રક્શન કરાવી શકાય.

 

દિલ્હી પોલીસે જણાવ્યું કે હત્યાનો હેતુ હજી સુધી તપાસમાં ખૂલશે. પોલીસ અધિકારી આ મામલે પણ તપાસ કરી રહ્યા છે કે, તેને કેમ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. શક્ય છે કે, આરોપી રાહુલ મીણાની માનસિકતા એ પ્રકારે અપરાધિક વૃત્તિની બની ગઈ છે કે, તેણે આવું કૃત્ય કર્યું હશે.

 

મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો

આજે સુનાવણી દરમિયાન રાહુલ મીણાએ કોર્ટમાં કહ્યુ હતું કે, મારાથી ભૂલ થઈ ગઈ છે. મારાથી આ અપરાધ થયો છે. મે રૂપિયા માટે આવું કર્યું. તેણે કોર્ટને એમ પણ જણાવ્યુ કે, તેણે મૃતક યુવતીનું શરીર ઢસડીને નીચે સુધી લઈ ગયો હતો, જેથી તેની ફિંગરપ્રિન્ટની મદદથી લોકર ખોલી શકાય, જેમાં રૂપિયા અને દાગીના પડ્યા હતા, અને તેને ખોલી શકાય.

 

(તસવીર – આરોપી રાહુલ મીણા, અને તેના સીસીટીવી ફૂટેજ)

 

સુનાવણી દરમિયાન જજ દીપિકા થકરને પૂછ્યું હતું કે, ‘તમારા એમએસલી રિપોર્ટમાં જે ઈજા નોંધાયેલી છે, તે તમને કેવી રીતે આવી.’ આ સવાલના જવાબમાં રાહુલ મીણાએ કહ્યું કે, ‘છતથી ઉતરતા સમયે તેને વાગ્યું હતુ.’ તો જજે પૂછ્યું કે, ‘તુ કયા છતની વાત કરે છે.’ તો રાહુલ મીણાએ જવાબમાં કહ્યું કે, ‘મારાથી અપરાધ થઈ ગયો મેમ. ભૂલ થઈ ગઈ.’ જજે પૂછ્યું કે, ‘તે અપરાધ કેમ કર્યો. તો મીણાએ જવાબમાં કહ્યું કે, રૂપિયા માટે આવું કર્યું.’ તો જજે પૂછ્યું કે, ‘આવું કરીને તને શું મળ્યું.’ તો મીણાએ જવાબમાં કહ્યું કે, ‘મારાથી ભૂલ થઈ ગઈ, મને લોકર ખોલવા માટે ફિંગરપ્રિન્ટની જરૂર હતી.’ આથી જજે કહ્યું કે, ‘શું તમે તમારો ગુનો કબૂલ કરો છો.’

 

યુવતી બેહોશીના હાલતમાં હતી, ત્યારે જ તેની સાથે બળાત્કાર કર્યો

મીણાએ પૂછપરછમાં એમ પણ જણાવ્યું કે, તે બુધવારે સવારે ઘરમાં હાથસફાઈ કરવાના હેતુથી જ આવ્યો હતો. પરંતું યુવતીને અંદર એકલી જોઈને તેની નિયત બગડી ગઈ હતી. આરોપી હેવાનની જેમ યુવતી પર તૂટી પડ્યો હતો. યુવતીએ વિરોધ કર્યો તો તેણે ભારે વસ્તુથી યુવતીના માથા પર હુમલો કર્યો હતો. જેના બાદ યુવતી બેહોશ થઈ હતી. બેહોશીના હાલતમાં તેણે યુવતી બેહોશીના હાલતમાં હતી, ત્યારે જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ બાદ તેણે ચાર્જરના વાયરથી યુવતીનું ગળુ દબાવીને હત્યા કરી હતી. આરોપી ઘરથી અંદાજે દોઢ લાખ રૂપિયા અને 10 લાખની જ્વેલરી લૂંટીને ભાગી ગયો હતો. પોલીસે તમામ રૂપિયા અને જ્વેલરી કબજે કરી લીધી છે. કેશમાંથી તેણે માત્ર 6000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

 

(તસવીર – પોલીસ હિરાસતમાં 19 વર્ષીય આરોપી રાહુલ મીણા)

 

રુંવાડા ઉભી કરતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ

આઈએસઆર દિકરીની બળાત્કાર-હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જે અત્યંત ચોંકાવનારો છે. આ વાંચીને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય. પીડિતાનું ગળુ દબાવાયું હતું. તેના શરીર પર સંઘર્ષ તેમજ હુમલાના નિશાન મળી આવ્યા છે. તબીબોના અનુસાર, તેના બંને હાથ, પગ ને હથેળીઓ પર ઈજાના નિશાન છે. જ્યારે કે નાકનું હાડકુ પણ તૂટી ગયું છે. AIIMS ના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડો.સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, પીડિતાને ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યા તેને મૃત જાહેર કરાઈ હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે બચાવ કર્યો હતો તેવા નિશાન મળ્યા છે. ચહેરા પર અનેક જગ્યાએ કપાયેલા નિશાન છે. નાકનું હાડકુ તૂટેલુ છે, જે બતાવે છે કે ભારે વસ્તુથી હુમલો કરાયો છે. ગરદન પર અંદરની બાજુએ સ્ટર્નોક્લીડોમૈસ્ટોઈડ, સ્ટર્નોથાઈરોઈડ, અને સ્ટર્નોહાયોયડ માંસપેશીઓની અંદર બ્લીડિંગ મળી આવ્યું છે. થાયરોયડ કાર્ટિલેજના બંને તરફાના હોર્ન તૂટેલા મળ્યા છે. જ્યારે કે હાયોયડ હાડકા સુરક્ષિત હતા. તમામ આંતરિક અંગોમાં ઈજા હતી. જે ગળુ દબાવા તરફ ઈશારો કરે છે.

 

પહેલો બળાત્કાર કોની સાથે કર્યો હતો

તપાસમાં એ પણ સામે આવ્યું કે, રાહુલ મીણા મંગળવારે રાતે એક મિત્રના લગ્નમાં ગયો હતો. આયોજનની વચ્ચે તેણે મિત્રને કહ્યું કે, તેને કોઈ કામથી જવાનું છે. તેના બાદ તે મિત્રના ઘરે પહોચ્યો હતો. જ્યા તેણે મિત્રની પત્નીનો રેપ કર્યો હતો. આ મામલે અલવર પોલીસે કેસ દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *