નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને સહાયરૂપ થવા માટે વપરાતા સાધનો અને દવાઓ અંગે રાહત પૂરી પાડવા માટે GST કાઉન્સિલ દ્વારા વિવિધ રાજ્યોના નાણા મંત્રીશ્રીઓની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠક તા.૩.૬.૨૦૨૧ ના રોજ મળી હતી અને આ ભલામણો કાઉન્સિલને સુપરત કરી હતી. આ કમિટી દ્વારા ચર્ચા-વિચારણા બાદ તૈયાર કરાયેલા રિપોર્ટ કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમનને આજે સોંપવામાં આવ્યો હતો. કમિટી દ્વારા કરાયેલી ભલામણોનો કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્વિકાર કરી કોવિડની સારવારને લગતા સાધનો-દવાઓ પરના GSTના દરોમાં ઘટાડો કરવાનો દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન અને કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી શ્રી અનુરાગ ઠાકુર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી ૪૪મી GST કાઉન્સિલની બેઠકમાં વિવિધ રાજ્યોના નાણામંત્રીશ્રીઓ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના સભ્યો સાથે પરામર્શ કરીને આ નિર્ણયો લીધા છે.
આ બેઠક બાદ મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાના દર્દીઓને સારવારમાં રાહત આપવા માટે GST કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણયોની વિગતો આ મુજબ છે.
ક્રમ | વિગત | હાલનો GSTનો દર | ભલામણ કરલે દર |
દવાઓ | |||
૧ | ટોસિલિઝુમેબ (Tocilizumab) | ૫% | માફી |
૨ | એમ્ફોટેરિસિમ બી (Amphotericin B) | ૫% | માફી |
૩ | હેપરિન (Haparin) | ૧૨% | ૫% |
૪ | રેમડેસેવિર | ૧૨% | ૫% |
૫ | MoHFWઅને ફાર્માના ડિપાર્ટમેન્ટ દ્વારા ભલામણ કરેલી અન્ય કોઈ પણ દવા | લાગુ પડતો દર | ૫% |
ઓક્સિજન,ઓક્સિજન જનરેટિંગ અને તેને સંબંધિત ઉપકરણો | |||
૧ | મેડિકલ ગ્રેડ ઓક્સિજન | ૧૨% | ૫% |
૨ | ઓક્સિજન કન્સેન્ટ્રેટ્રર /જનરેટર વ્યક્તિગત આયાત સહિત | ૧૨% | ૫% |
૩ | વેન્ટિલેટર | ૧૨% | ૫% |
૪ | વેન્ટિલેટર–માસ્ક/કેન્યુલા/હેલ્મેટ | ૧૨% | ૫% |
૫ | બાઈપેપ મશિન (BiPAP Machine) | ૧૨% | ૫% |
૬ | હાઇ ફ્લો નસલ કેન્યુલા (HFNC) સાધન | ૧૨% | ૫% |
ટેસ્ટીંગ કિટ્સ અને મશીન્સ | |||
૧ | કોવિડ ટેસ્ટીંગ કીટ | ૧૨% | ૫% |
૨ | ઇનફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ એટલે કે………… D-Dimer, IL-6, Ferritin and LDH | ૧૨% | ૫% |
અન્ય કોવિડ-૧૯ સંબંધિત રાહત સામગ્રી | |||
૧ | પલ્સ ઓક્સિમિટર વ્યક્તિગત આયાત સહિત | ૧૨% | ૫% |
૨ | હેન્ડ સેનેટાઇઝર | ૧૮% | ૫% |
૩ | તાપમાન માપવાના સાધનો | ૧૮% | ૫% |
૪ | અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી (Cremation incineration) | ૧૮% | ૫% |
૫ | એમ્બ્યુલન્સ | ૨૮% | ૧૨% |
તેમણે ઉમેર્યું કે,તા. ૧૪-૦૬-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૧ સુધી આ નિર્ણય અમલી રહેશે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.