જો કે આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મેઘાણીનગર વિસ્તારમાં રહેતા સુરજસિંગ યાદવના કાકાનો દીકરો ઉમેદસિંગ યાદવ ઉમેદવાર તરીકે ઊભા હતાં. ફરિયાદી વોટ આપીને ઘરે જતા હતાં. તે દરમિયાન તેમની ચાલીમાં રહેતા વિપુલ પટણી તેમની પાસે આવ્યો હતો. અને જ્યારે તે વોટિંગ કરવા માટે ગયો ત્યારે તેમને જાણ થઈ હતી કે તમારું વોટિંગ થઈ ગયેલ છે. ત્યાર બાદ રાહુલ નામનો યુવક પણ વી.વી.તોમર સ્કૂલ પર જઈ વોટ આપવા જતાં ત્યાં તેને જણાવવામાં આવ્યું હતું કે તમારો વોટ થઈ ગયેલ છે. જેથી ફરિયાદી ખાતરી કરવા માટે વી.વી.તોમર સ્કૂલ પર પહોંચ્યા હતાં.
જ્યાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તથા ઉમેદવાર નિકુલસિંગ તોમર, બંટી સરદાર અને બાદલ તોમર, યોગેશ તોમર હાજર હતાં. ફરિયાદી સ્કૂલમાં વોટિંગ બાબતે પૂછવા માટે જતાં યોગેશે તેને પકડીને મારામારી કરવા લાગ્યો હતો. જ્યારે નિકુલસિંગ તોમરે તેને માર મારતા આંખમાં ઈજા થઈ હતી. એટલું જ નહીં નિકુલસિંગે હું તને જોઈ લઈશ તેમ ધમકી આપી હતી. એટલું જ નહીં ફરિયાદીના કાકાના દીકરા સાથે પણ બોલાચાલી કરીને લાફો માર્યો હતો. હાલમાં મેઘાણીનગર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.