ગુજરાતમાં મહાનગરપાલીકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ દરેક જગ્યાએ ભાજપનો કેસરીયો લહેરાયો છે. ત્યારે સુરત ખાતે વિરોધપક્ષ તરીકે આપ પાર્ટી ઉભરી આવી છે. ત્યારે ૨ દિવસ પહેલાં ખોડલધામ ખાતે નરેશ પટેલ દ્વારા આપના હૈયાફાટ વખાણ કરીને વિકલ્પ તરીકે ત્રીજાે પક્ષ પણ મજબુત થઇ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે આજે કેજરીવાલ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. અને આપને નવું ઓક્સીજન એવા પ્રાણ પુરે તો નવાઇ નહીં, ત્યારે શહેર GJ-૧૮ શહેર ખાતે ભાજપનું સંગઠન ભલે બનાવ્યું, પણ નવા કાર્યકરો કેટલા જાેડાયા? તે યથાર્થ પ્રશ્ન છે. ચૂંટણી જીતવા અને ચૂંટણી લડવા ટીકીટો મેળવવા અનેક કાર્યકરો લાઇનમાં હતા, પછી કોઇ શોઇધા જડતા નથી. ત્યારે ભાજપ માટે GJ-૧૮ મનપામાં સત્તા મેળવવી ખૂબજ મુશ્કેલ છે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. હજુ સેક્ટરો દીઠ પ્રમુખ, હોદ્દેદારો પણ નિંમણુંક કરી શક્યા નથી, ત્યારે આ ચૂંટણી જીતવા કઇ રીતે માઇક્રોપ્લાનીંગ કરી રહ્યું છે, તે ખબર નથી, આપ દ્વારા ક્વોલીટીબદ્ધ કાર્યકરો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આપનો ટેમ્પો જામી રહ્યો હોય તેમ હવે એક નવો સંચાર થયો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રીપાંખીયો જંગ ખેલાયો અને આપનું ખાતું ય્ત્ન-૧૮ ખાતે ખુલશે, તેમાં બે મત નથી.
ભાજપનું સંગઠન ૧ થી ૧૧ વોર્ડમાં ભલે બનાવ્યું, પણ જે નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવી છે, તેમાં જીતી શકેત ેવા ચહેરા કેટલા? જે ચહેરા જીતી શકે તેવા હતા તેમાં તેમની પત્નીઓને ટીકીટ ભાજપ દ્વારા આપવામાં આવતાં ભાજપ સત્તાથી દૂર રહે તો નવાઇ નહીં, ત્યારે GJ-૧૮ ખાતે દરેક વોર્ડમાં પેનલ તુટશે તેમાં બે મત નથી, આપ પાર્ટીનું ખાતુ ય્ત્ન-૧૮ મનપા ખાતે ખુલશે, અને હવે પ્રજાનો ઉમળકો પણ જાેવા મળે તો નવાઇ નહીં.
કોંગ્રેસ દ્વારા જે સંગઠન છે, તે વર્ષો જુના ચહેરાઓ જાેવા મળે છે.અને ટીકીટલઇને ચૂંટણી લઇ રહ્યા છે, તેમાં થોડા મુરતીયા નવા દેખાઇ રહ્યા છે. હવે આપ પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલ ની ટીમ હવે GJ-૧૮ ખાતે પ્રચારમાં ઉતરશે તેવી ભીતી પણ સેવાઇ રહી છે. ત્યારે અત્યારે ચૂંટણી થાય તો ભાજપને મોટું નુકશાન વહોરવું પડશે તેમાં બે મત નથી, કારણ કે ભાજપમાં નવા ઉમેદવારોમાં ઘણાને તો કોઇ ઓળખતું નથી, ફક્ત ને ફક્ત લેબબ કમળનું લઇને ચૂંટણી જીતવા નીકળેલા ઘણા જ ઉમેદવારોનો ઘડો લાડલો થઇ જાય તો નવાઇ નહીં, ત્યારે અપક્ષો દ્વારા જે ગ્રમ્ય વિસ્તાર છે, ત્યાં ગણાયે રાજકીય પક્ષોની ગણતરી મોટા પડવાની ભીતી સેવાઇ રહી છે.ભાજપના શહેર પ્રમુખ રુચિરભટ્ટ માટે GJ-૧૮ ની મનપાની ચૂંટણી જીતવી ભારે કઠીન છે. કારણ કે શહેર સંગટન દ્વારા જે નામો આપવામાં આવ્યા હતા તેમાંથી તમામને નો રીપીટ થિયરી અપનાવતાં શહેર પ્રમુખ માટે ત્યારે મહેનતકરવી પડે તેવી છે. ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ કૌશિક શાહ હાલ બહાર છે. અને પ્રદીપસિંહ વાઘેલા પોતે ખાસ્સી મહેનત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને હાલ મોટો માન્ય છે. પણ આપ પાર્ટીમાં જે પ્રમુખ તરીકે નિમાયેલા મુકેશ પટેલ પોતે કોંગ્રેસમાં પહેલા શહેર પ્રમુખ હતા, અને કોંગ્રેસ તથા ભાજપની તમામ ગતિવીધીની મળી છે.
ત્યારે તેમની સાથે રણવીરસિંહ જેવો કોંગ્રેસમાં હતા, તેઓ પણ શહેર મહામંત્રીની જવાબદારી આપ દ્વારા સોપાંતા આપનો ટેમ્પો જમ્યો છે. ત્યારે આજે અરવિંદ કેજરીવાલ પોતે અમદાવાદ આવીને શું જાહેરાત કરે છે. તેની ઉપર મદાર છે, પણ હવે, GJ-૧૮ ની મનપાની ચૂંટણીમાં સુરતના તમામ નગરસેવકો, થી લઇને અમદાવાદમાં નવા જાેડાયેલા આપના સભ્યોને GJ-૧૮ ખાતે ત્રીપાંખીયો જંગ હવે મજબુતાઇથી લડાઇ તેવી શક્યતાઓ જાેવાઇ રહી છે.