દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજથી ૭ વર્ષ પહેલાં અનામત ને લઇને ટેમ્પો જામ્યો હતો, પછી વર્ગવિગ્રહ અને OBC થી લઇને અનેક લોકોએ સરકારી સામે સીંઘડા ભેરવ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ દ્વારા જે અનામત આંદોલન ચલાવેલું તેમાં બે ફાટા પડી ગયા હતા, હાર્દિક પટેલ હાલ કોંગ્રેસમાં જતા રહ્યા છે, ત્યારે OBC સમાજનું પ્રભુત્વ કરીને અલ્પેશજી ઠાકોર પોતે કોંગ્રેસને ટેકો આપીને ધારાસભ્ય તો બન્યા, પણ પછી ભાજપમાં ઠેકડો માર્યો અને પેટા ચૂંટણીમાં હારીગયા, તેવી જ રીતે વરુણ પટેલ, રેશ્મા પટેલ, રાજપૂત સમાજના એક આગેવાનથી લઇને અનેક લોકો સત્તાધારી પક્ષ સામે સીંઘડા ભેરવ્યા હતા. પક્ષ પોત પોતાની ખીંચડી પકવવા નીકળેવા જે માંથી હાલ ઘણા ખોવાઇ પણ ગયા છે, ત્યારે કોરોનાની મહામારીમાં કોઇ પણ એવો સમાજ નહીં હોય કે જે પ્રભાવિત નહીં થયો હોય, અને કોઇ સમાજ એવો નહીં હોય કે તે સમાજના સ્વજનો, યુવાનો મૃત્યુ નહીં પામ્યા હોય, ત્યારે કોરોનાની મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સામાજના નામે ચલાવતા અનેક નેતાઓ ગાયબ થઇ ગયા હતા. ત્યારે કહા ગયે લોગ, પ્રજા પૂંછી રહી હતી, હવે કોરોનાના કેસો ઘટતાં હવે પાછા સમાજના નામે અનેક નેતાઓ ઉઁદરની જેમ દરમાં છુંપાઇ ગયા હતાં, તેઓ હવે બહાર નીકળી રહ્યા છે, ત્યારે સમાજને કોરોનાની મહામારીમાં જ્યારે જરૂર હતી, ત્યારે ક્યાં ગાયબ થઇ ગયા હતા, સમાજના લોકો વેન્ટીલેટર, દવાખાના માં દાખલ થવા માટે, ઓક્સીજન બાટલાની જરૂર, દવા, આવી અનેક ચીજવસ્તુઓની જરૂર હોવા છતાંકોઇ મદદે આવું ન હતુ. અને ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી, ત્યારે કોરોનાના કેસો ઘટતાં હવે પાછી પાસાઓ સમાજમાં ફેકીને સમાજને ઉભા રહેવા આજીજી કરી રહ્યા છે.રેશ્મા પટેલ, વરુણ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશજી ઠાકોર, ગોવિંદજી ઠાકોર, લાલજી પટેલ, ગૌરાંગ પટેલ, કેતન પટેલ, જીગ્નેશ મેવાણી, થી ઇને અનેક નેતાઓ કોરોનાની મહામારીમાં ગાયબ થઇ ગયા હતા, હા, જીગ્નેશ મેવાણી એક સક્ષમ અને હોશીયાર નેતા નીકળ્યા છે, આજે પણ ડબ્બો લઇને પણ સેવા કરી રહ્યા ચે. ત્યારે સરકાર સામે બાથ ભીડીને હવે ૨૦૨૨માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સ્રીગણેશ કરીને ઘણા નેતાઓ જે બિલમાં છુંપાઇ ગયા હતા, તેવો હવે મેદાનમાં ઉતરવા માંડ્યા છે. ત્યારે ૨૦૨૨ના MLA ના સપના જાેઇને પ્રજાને તથા સમાજને બોળવવા નવા એક્શન પ્લાન સાથે નવું ટ્રેલર રજું કરવા હવે બાંયો ચઢાવવાની શરૂ કરી છે