વિકાસની રાજનીતિને આગળ વધારવા જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો-CM ભુપેન્દ્રભાઈ પટેલ

Spread the love
Gujarat Local Elections Results 2026: ગુજરાતમાં યોજાયેલી 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે.
 ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

રવિવારે થયેલા મતદાન બાદ આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં બપોર સુધીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ઐતિહાસિક જીત બાદ ગાંધીનગર ‘કમલમ’ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જનતાનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા વિકાસમાં વિશ્વાસ ધરાવે છે અને વિક્સિત ભારતના સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. અહીં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી, માત્ર પોઝિટિવ રાજનીતિને જ જનસમર્થન મળે છે.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ કહ્યું, વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે ભાજપ પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને નીતિન નબીન તથા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમ વર્કથી કામ કર્યું. જે રીતે ગુજરાતનો પ્રવાસ કર્યો તેમાં જનસમર્થન મળતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *