ગુજરાત સરકારનો કર્મચારીઓ-અધિકારીઓ માટે મોટો નિર્ણય, 1,00,000 સુધીનું મળશે રોકડ ઈનામ

Spread the love

Gandhinagar થી રાજ્ય સ્તર સુધી વિવિધ કક્ષાએ કર્મચારીઓને ઈનામ અપાશે

ગ્રામ્યથી લઈને રાજ્ય અને સચિવાલય સુધીના તમામ કર્મચારીઓ ભાગ લઈ શકશે

વર્ગ-1 થી વર્ગ-4 સુધીના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ ભાગ લઈ શકે

6,000 થી લઈને રૂ.1,00,000 સુધીના રોકડ ઈનામ અપાશે

શ્રેષ્ઠ પ્રોજેક્ટને ઉત્તમ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવશે

Gandhinagar : ગુજરાત સરકારે મોટો નિર્ણય (decision) કર્યો છે.

અને આ નિર્ણય સરકારી કર્મચારી-અધિકારીઓ (officers) માટે છે. જેમાં અટલ સ્વાન્ત સુખાય યોજનાને નવા સ્વરૂપમાં મૂકવામાં આવી છે. કર્મચારી અને અધિકારીઓનો કામ કરવાનો જુસ્સો વધે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્ગ 1 થી લઈ વર્ગ 4 સુધીના કર્મચારીઓને આ યોજાનો લાભ મળવા જઈ રહ્યો છે, પ્રજા કલ્યાણ અને પ્રજા સુખાખારીની જેટલી યોજનાઓ છે તે યોજનાઓમાં કોઈ સારો પ્રોજેકટ હશે અથવા તેના પર સારી કામગીરી કરી હશે તેવા કર્મચારી અને અધિકારીને સન્માનિત કરી તેમને ઈનામ (gift) પણ રોકડ સ્વરૂપે આપવામાં આવશે.

 

સુશાસન દિવસે થશે કર્મચારી અને અધિકારીનું સન્માન

 

દર વર્ષે 25 ડિસેમ્બરે ‘સુશાસન દિવસ’ (Good Governance Day) નિમિત્તે આ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે. આ પહેલ દ્વારા રાજ્યમાં સુશાસન અને સાર્વજનિક સેવાઓની ગુણવત્તામાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.બોર્ડ/નિગમ પોતાની કામગીરી લક્ષમાં લઈને પોતે જરૂરી ફેરફાર સાથે અલગથી આવી યોજના બનાવી અમલમાં મૂકશે. બોર્ડ/ નિગમ પોતે જે યોજના બનાવે તે યોજના રાજ્ય સ૨કા૨ની યોજનાના ધોરણોને અનુરૂપ હોય તેવા પ્રોજેકટની યાદી પણ જાહેર કરશે.જે અધિ./કર્મ. હાથ ધરી શકે. ઉપરાંત અધિકારી/કર્મચારીઓએ હાથ ધરેલા પ્રોજેકટો વચ્ચે સરખામણી અને મૂલ્યાંકન થઈ શકે તે મુજબ હરિફાઈના સ્તર રાખશે.જે બોર્ડ/નિગમોમાં કર્મ./અધિ.ની સંખ્યા હરિફાઈ થઈ શકે તેટલા પ્રમાણમાં ન હોય તેમણે માત્ર એક જ સ્તરની યોજના બનાવવાની રહેશે. ઈનામોની સંખ્યા અને રકમ, રાજ્ય સ૨કા૨ની યોજના કરતાં વધારે ન હોવા જોઈએ, તેમજ તેનો ખર્ચ બોર્ડ/નિગમના ફંડમાંથી પાડવાનો રહેશે.

Gandhinagar : કયા પ્રકારના પ્રોજેકટસ હાથ ધરી શકાય

 

સામાન્ય રીતે કર્મચારી/અધિકારી પોતાનું જે કાર્યક્ષેત્ર હોય તે મુજબ પ્રોજેક્ટ પ્રાથ ધરી શકશે.પરંતુ યોજનાનો હેતુ લક્ષમાં રાખી, કર્મ./અધિ. તેમના કાર્યક્ષેત્ર બહારની બાબતે પણ પ્રોજેકટ હાથ ધરી શકશે. અલબત્ત તેમના પ્રોજેકટનું કાર્યક્ષેત્ર જે વિભાગ/ખાતાનું હોય તે ખાતાને બિન જરૂરી દખલગીરી ન થતી હોય તે જોવું જરૂરી છે.પ્રોજેક્ટ ચાલુ નાણાંકીય વર્ષમાં અથવા પછીથી ગમે ત્યારે શરૂ કરવામાં આવે, પરંતુ પ્રતિ વર્ષ તા.31 ઓગષ્ટ સુધીમાં પૂર્ણ થયેલ હોય તેવા જ પ્રોજેક્ટ ઈનામને પાત્ર રહેશે.(પ્રોજેક્ટ પૂર્ણ થયેલ ત્યારે ગણાશે,જ્યારે હાથ ધરનાર પક્ષે કરવાની થતી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *