ST હવે ખાનગી એજન્સીનાં 2 હજાર ડ્રાઈવર-કંડકટરોની ભરતી કરશે! યુનિયનો વિફર્યા

Spread the love

રાજકોટ તા.30 છેલ્લા કેટલાક વર્ષોથી એસ.ટી. નિગમમાં વિવિધ સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. હાલમાં ચાલતી વોલ્વો-લકઝરી સહિતની પ્રિમિયમ સર્વિસોનો કોન્ટ્રાકટ પણ જુદી-જુદી ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓને અપાયેલો છે.

ત્યારે, હવે એસટી નિગમનાં સતાવાળાઓએ ડ્રાઈવર-કંડકટરની ઘટ્ટનાં કારણે રાજયભરમાં 25 ટકાથી વધુ કેન્સેલેશનમાં ઘટાડો કરવા ખાનગી એજન્સી મારફતે બે હજારથી વધુ ડ્રાઈવર- કંડકટરોની ભરતી કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે નિગમનાં સતાવાળાઓનાં આ વધુ એક ખાનગીકરણનાં નિર્ણય સામે એસટીનાં માન્ય ત્રણ કર્મચારી યુનિયનોએ વિરોધનો બુંગીયો ફુંકયો છે.

અને એમડી સાથે યોજાયેલી બેઠકનો બહિષ્કાર કરી જો નિગમ ખાનગી ધોરણે ડ્રાઈવર કંડકટરોની ભરતી કરશે તો યુનિયનો હડતાલનો માર્ગ અપનાવશે તેવી નોટીસ પણ નિગમનાં એમડીને પાઠવી દીધી છે.

 

નિગમને પાઠવેલી નોટીસમાં યુનિયનોએ એમડીને સંબોધી જણાવેલ હતું કે હાલ નિગમ ખાતે ડ્રાઈવર-કંડકટરની ભરતી પ્રક્રિયા ખુબજ જટીલ છે તેને સરળ બનાવવી જોઈએ. રાજયના જુદા જુદા (વિભાગ) વાઈઝ ડ્રાયવર/કંડકટરની ભરતી કરવી જોઈએ.

 

શૈક્ષણિક લાયકાત કરતા ડ્રાઈવીંગ સ્કીલને વધુ મહત્વ આપવું જોઈએ. સરકારમાંથી નિગમના કુલ ડ્રાઈવર/કંડકટરની જગ્યામાં લીવ રીઝર્વ સ્ટાફ રેશીયો ગણતરીમાં લઈ મંજુરી માંગવી જોઈએ. નિગમના જુદા જુદા રૂટ પૈકી સમાંતર સંચાલન બાબતે સમિક્ષા કરી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

 

તથા જેનુ સ્વાસ્થ્ય સારૂ છે ફરજ માટે ફીટ છે અને જેવો ફરજ બજાવવા ઈચ્છુક છે તેવા નિગમના નિવૃત ડ્રાઈવર/ કંડકટરને પુન: કોન્ટ્રાકટ બેઈઝ ઉપર (કરાર આધારીત) નોકરી ઉપર લેવા જોઈએ. હાલ જે ડ્રાઈવર/ કંડકટર ફરજ ઉપર છે તેવો પૈકીના જે કર્મચારી ડબલ ડયુટી કરવા ઈચ્છુક હોય તેવા કર્મચારીઓ પાસેથી ડબલ ડયુટી ફરજો લેવા અને તેઓને નવીન સુધારેલ દરે ઓવરટાઈમ ચુકવવો જોઈએ. જેથી કેન્સલેશનમાં ઘટાડો થશે.

 

તેમજ કેન્સલેશન પ્રમાણ ઘટાડવા ખાનગી એજન્સી મારફત (આઉટ સોર્સીંગથી) ડ્રાઈવર-કંડકટરને મર્યાદીત સમય માટે કોન્ટ્રાકટ બેઈઝ ઉપર લેવાની ચર્ચા કરેલ. પરંતુ આવી ભરતી કરવાની નિગમમાં ફરજ બજાવાતા કાયમી કર્મચારી અને ખાનગી એજન્સી મારફત (આઉટ સોર્સીંગથી) લેવાયેલ કંડકટર કક્ષાના કર્મચારી સીધી જ રીતે નાણાંકીય વ્યવહાર સાથે સંકળાય તો મોટા પ્રમાણમાં નાણાંકીય ગેરરીતિ થવાની સંભાવના.

 

અકસ્માતના કિસ્સામાં નિગમ ઉપર નાણાંકીય ભારણ વધવાની શકયતા, મુસાફરોની સુવિધા બાબતે પણ પ્રશ્ર્નાર્થ સર્જાવાની શકયતા, મુસાફરોની ફરીયાદ વધવાની શકયતા, મુસાફરોની સુવિધા બાબતે પણ પ્રશ્ર્નાર્થ સર્જાવાની શકયતા, મુસાફરોની ફરીયાદ વધવાની શકયતા તેમજ તાજેતરમાં અન્ય રાજયોમાં મહીલાઓ ઉપર બનેલ અત્યાચારના બનાવો ધ્યાને લેતા મહીલા મુસાફરો તથા નિગમમાં ફરજ બજાવતા મહીલા કંડકટર સાથે આવા કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શકયતા વગેરે બાબતો ધ્યાને લેતા આવી રીતે ખાનગી એજન્સી મારફત (આઉટ સોર્સીંગથી) ડ્રાઈવર- કંડકટર કક્ષાના કર્મચારીઓ લેવાની બાબતે પુન: વિચારણા જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *