ચૂંટણીમાં મહાવિજય, છતાં ગાંધીનગર ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર! ઓબીસી-યુવા મોરચાના નવા હોદ્દેદારોની જાહેરાત

Spread the love

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. હવે ભાજપ દ્વારા સંગઠનાત્મક નિયુક્તિની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના હેતુથી આજે મહત્વના સંગઠનાત્મક ફેરફારો અને નવી નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ ગાંધીનગર મહાનગરના પ્રમુખ આશિષકુમાર દવે અને પ્રભારી નિરવ અમીન દ્વારા પક્ષના અન્ય આગેવાનો સાથે પરામર્શ કરીને ઓબીસી મોરચા અને યુવા મોરચાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર ભાજપ ઓબીસી મોરચાના અધ્યક્ષ રાકેશ વાઘેલા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, વિવિધ વોર્ડના કાર્યકરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ મકવાણા, તપસ્વી બારોટ, નંદુ પારેખ, વિષ્ણુ રાવળ અને ખોડાજી ઠાકોરની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે રાજેશ દરજી, હેમાંગ પંચાલ, અનિલ નાયી, ઈલાબેન ચૌહાણ અને રીટા પટેલની વરણી કરાઈ છે. આ ઉપરાંત રાહુલકુમાર પ્રજાપતિને કોષાધ્યક્ષ અને સુરેશભાઈ દંતાણીને સોશિયલ મીડિયા અને રાકેશ ઠાકોરને મીડિયા વિભાગ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

તેવી જ રીતે, યુવા મોરચાના અધ્યક્ષ યુવરાજસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે તનીષ ચૌહાણ, ટિંકલ પટેલ, સાહિલ પટેલ, વ્રજ ચૌધરી અને જસ્મીન પટેલનો સમાવેશ થાય છે. તેમજ મંત્રી તરીકે જશવંત ઠાકોર, સિદ્ધરાજસિંહ ગોહિલ, શિવાંગ જોશી, શ્રેણિક પ્રજાપતિ અને પરિમલસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે.

યુવા મોરચામાં અન્ય વિશેષ વિભાગોની પણ જવાબદારી સોંપાઈ છે, જેમાં જીશાન સોલંકીને કોષાધ્યક્ષ તરીકે, હાર્દિક ખીમસુરીયાને કાર્યાલય મંત્રી અને યતીન સિંઘલને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે ધ્રુવ શાહ (મીડિયા), વિરાજસિંહ વાઘેલા અને રૂપસિંહ ઠાકોરને અંત્યોદય CSR તરીકે, મીત પટેલને આત્મનિર્ભર ભારત અભિયાન આયોજક અને સ્મિત વ્યાસને ખેલો ભારત ટીમના પ્રતિનિધિત્વ તરીકેની પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂંકો દ્વારા આગામી સમયમાં ગાંધીનગર મહાનગર વિસ્તારમાં પક્ષની કામગીરીમાં નવો ઉત્સાહ જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *