ગુજરાતનું કહેવાતું GJ-૧૮ માં જાેવા જઇએ તો કરોડો ખર્ચ પણ પ્રજાને કાંઇ ન મળે મર્જ, જેવો ઘાટ સર્જાયો છે. GJ-૧૮ મનપા દ્વારા બસ્ટેન્ડો બાંધવામાં આવ્યા, ખરેખર જરૂરત ન હતી, પણ આ બસસ્ટેન્ડો શ્રમજીવીઓથી લઇને ભીખારીઓના આશીયાના બની ગયા હોયતેમ લોકોએ ઘર બનાવી દીધા છે. ત્યારે ચ અને ઘ માર્ગ ઉપર જાેવામાં આવે તો અમદાવાદથી વેચવા આવતા કેરીના વેપારીઓએ રીતસર બસ્ટેન્ડમાં રહેવા, જમવા, થી લઇને આરામ ફરમાવવાનું આશીયાના બનાવી દીધું છે. ત્યારે જિલ્લા પંચાયત પાસે આવેલા ચ- માર્ગ ઉપર જાેશો તો ખ્યાલ આવશે કે, બહાર કેરીઓનો ધંધો અને રહેવા તથા જમવા કીચન કેબીનેટ હોય તેમ સરકારની જગ્યામાં ફુલીફાલી વેપારીઓની ખોલી જેવું લાગી રહ્યું છે.
GJ-૧૮ ના ઘ-અને ચ-માર્ગ ઉપર ટ્રેક્ટરો થી લઇને રીક્ષાઓ, બળદગાડાઓ મૂકીને મુખ્યમાર્ગ પાસે આ ધંધાર્થીઓએ જે કબજાે જમાવ્યો છે, તેમાં વાહન-ચાલકો ભારે તકલીફ પડી રહી છે. ત્યારે ગાં.મનપા દબાણ હટાવવા જાય છે, પણ ગાં. મનપાનો કોઇ ડર તંત્રનો આ લોકોને લાગતો નથી. ત્યારે ગાં. મનપા દ્વારા બનાવેલા બસસ્ટેન્ડો ઉપર શ્રમજીવીઓનો કબજાે છતાં ગાં.મનપાનો એવો લુલો બચાવ કરી રહી છે. કે આ બસસ્ટેન્ડની અંદર શ્રમજીવીઓ સુતા છે, તેને જી્ વાળા હટાવે, ત્યારે ચલક-ચલાણું ચલાવતું આ તંત્ર સામે શ્રમજીવીઓ માટે હવે જેટલા આશીયાના બસસ્ટેન્ડોમાં બનાવવા હોય તેટલા બનાવી દો, કારણ કે ગાં.મનપાએ મુસાફરો, અને પ્રજા માટે નહીં, પણ ફક્તને ફક્ત આ શ્રમજીવીઓ માટે બનાવેલા હોય તેવું લાગી રહ્યું છે.
હજુ ઘણા બસસ્ટેન્ડો ખાલી છે, ત્યારે ક્યાં શ્રમજીવીઓ માટે આશીયાના ખાલી છે, તે જગ્યા માટે GJ-૧૮ મનપાની વેબસાઇટ ચેક કરવી, બાકી જે જગ્યાઓ ખાલી છે.તેમાં પોઇન્ટનું બસસ્ટેન્ડમાં પણ જગ્યાઓ ખાલી થે, વહેલા તે પહેલાના ધોરણે ઘુસી શકશો, ગાં.મનપા હટાવવો નહીં-પણ રોફ મારશે અને પછી ચલક ચલાણું હોય તેમ જી્ ઉપર ઢોળી દેશે, આવો ભાવ ભર્યું આમંત્રણ…