દેશમાં દરેક નાગરીક ભણવાની ઉંમરથી લઇને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી અનેક પાપડો તળવા પડતા હોયછે, જે કચેરીઓ જાેઇ ના હોય અને ધક્કા ધુકી તો દરેક ભારતિય નાગરીકના લમણે લખાયેલી જ છે, કારણ કે દરેક બાબતે સરકારી કચેરીમાં જવું પ પડે, તે પછી આવકનો દાખલો, સોલવંન્સી કઢાવવી, જાતી પ્રમાણપત્ર થી લઇને અનેક કામો આ બધા કલેક્ટર કચેરીએથી થતાં હોય છે, ત્યારે પ્રથમ ફોર્મ ભરવું, પછી તેની ચકાસણી બાદ જ જગ્યાએ સહીઓ થયા બાદ અરજદારને ૪ થી ૫ દિવસમાં તેનું કામ પૂર્ણ થાય, ત્યારે કલેક્ટર કચેરીના પટાંગણમાં તડકામાં શેકાતા રોજબરોજ ૩૦૦ જેટલા અરજદારોને પાણી પીવાથી લઇને તડકામાંકોઇ છાંયો પણ નથી, ત્યારે અરજદારો જે લાઇનમાં ઉભા છે, તેમાં ૧ અરજદાર પાછળ ઓછામાં ઓછા ૭ મીનીટ ગણવામાં આવે તો ૧૦ અરજદાર હોય તો ૧ કલાક પછી નંબર આવે, ત્યારે ૪૫ ડિગ્રી તાપમાનમાં અરજદાર શેકાઇ જાય, અને ચક્કર ખાઇને પડે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને બાબુઓ પોતાના વાહનો તપી ન જાય તે માટે શેડ, અને માનવી ભલે તડકામાં શેકાતા તેમના માટે કોઇ જ વ્યવસ્થા નહીં,
કલેક્ટર કચેરીએ રોજબરોજ ૩૦૦ થી વધારે અરજદારો અહીંયા આવે છે, ત્યારે તડકામાં શેકાતા આ માનવજાત માટે તડકા અને વરસાદથી બચવા શેડ ઉભા કરવાની માંગ ઉઠવા પામી છે.