
‘ચેડા કરનાર તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે’
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ચેતવણી આપી હતી કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે.આયુર્વેદિક દવામાં એલોપેથિક ‘ડાયક્લોફેનેક’ મળતાં બનાવટી જાહેર કરીને જપ્ત કરાઈ
અમદાવાદમાં પવન ફોર્મ્યુલેશન ખાતે દરોડા દરમિયાન કોડીન આધારિત સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો દુરુપયોગ થવાની શક્યતા હતી. અહીંથી અંદાજે ₹76.51 લાખની દવાઓ જપ્ત કરીને પ્રોહિબિટ કરવામાં આવી છે અને ખરીદી-વેચાણના રેકોર્ડમાં પણ ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલી દુકાનમાં ‘HABBE AUJA’ નામની આયુર્વેદિક દવામાં એલોપેથિક ‘ડાયક્લોફેનેક’ મળતા તેને બનાવટી જાહેર કરીને જપ્ત કરવામાં આવી હતી. અન્ય એક કંપની પાસેથી મંજૂરી વિના કામગીરી અને બિલિંગમાં ગેરરીતિ બદલ ₹4.60 લાખની દવાઓ જપ્ત કરવામાં આવી છે.
ઉપરાંત AEDMAX LIFECAREએ કોડીન સીરપના ગેરકાયદેસર વેચાણ બદલ લાયસન્સ 15 દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે, જ્યારે Maxila Mediscience Pvt. Ltd.માં સાયકોટ્રોપિક દવાઓના ઉત્પાદન અંગે તપાસ ચાલી રહી છે. મનહરનગર વિસ્તારમાં પણ વગર પરવાને દવાનો જથ્થો સંગ્રહ કરનાર પાસેથી અંદાજે ₹40 લાખનો જથ્થો જપ્ત કરીને કાયદેસરનીકાર્યવાહી હાથ ધરાઈ છે.
ગેરકાયદે ઇન્જેક્શનનું ઓનલાઇન વેચાણ કરતી કંપનીનું લાયસન્સ રદ
वडोहरामां Medicament Solutions Pvt. Ltd. દ્વારા ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર “Mounjaro KwikPen” ઇન્જેક્શનનું ઓનલાઇન ગેરકાયદેસર વેચાણ કરતા કંપનીનું લાયસન્સ કાયમી રદ કરવામાં આવ્યું છે. Amico Formulation LLP દ્વારા ઊંચા ડોઝની ટાપેનટાડોલ દવાઓના ઉત્પાદનને કારણે તેની ઉત્પાદન પરમિટ પણ રદ કરવામાં આવી છે. સાવલીમાં લેવામાં આવેલા નમૂનાઓમાંથી એક દવા ‘Not of Standard Quality’ જાહેર થતા સ્ટોપ સેલ અને પ્રોડક્ટ રીકોલના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે ભરૂચની Alphard Pharma કંપનીની એક્સપોર્ટ
1,018 કિલો શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થાનો નાશ કરાયો
આ સાથે રાજ્યભરમાં ‘ખોરાક શુદ્ધિ અભિયાન’ અંતર્ગત પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપ્રિલ મહિનામાં કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાં અંદાજે ₹1.83 લાખ મૂલ્યના 1,018 કિલો શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 270 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે, 118 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા છે, 18 એકમોને સીલ કરવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા ₹2.84 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આઈસ ગોલા સહિતના 1,705 નમૂનાઓની ચકાસણી કરાઈ
ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને શેરડીનો રસ, મેંગો જ્યુસ, તરબૂચ અને આઈસ ગોલા જેવા ખાદ્ય પદાર્થોની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 1,576 સ્થળોએ તપાસ કરીને કુલ 1,705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. સાથે જ વેપારીઓ અને નાગરિકોમાંજાગૃતિ લાવવા માટે 284 ટ્રેનિંગ અને 255 અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે અને નકલી તથા નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી છે.