સ્થાનિક ચૂંટણીની જેમ વિધાનસભામાં પણ પેજપ્રમુખની ફોર્મ્યુલા બનશે ઃ સી.આર.પાટીલ

Spread the love

ગુજરાત ભાજપમાં પેજપ્રમુખની ફોર્મ્યુલા વિધાનસભાની ચૂંટણીમાં આવે તેવી સંભાવના છે. ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો આ સૌથી મોટો ચૂંટણી દાવ હશે. રાજ્યમાં યોજાઇ ગયેલી સ્થાનિક ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખે પાર્ટીના સંગઠનમાં પેજપ્રમુખની ફોર્મ્યુલા શરૂ કરી હતી જેના કારણે પરિણામ ભાજપ્ની તરફેણમાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે.ભાજપ્ના ધારાસભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં પેજ સમિતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. હાલ ભાજપમાં ૮૦ ટકા પેજ સમિતિનું કામ થયું છે. બે મહિનામાં પેજ સમિતિનું કામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.ગુજરાતમાં આ વર્ષે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે ભાજપ્ના ઉમેદવારો ટકરાવાના હોવાથી પેજ પ્રમુખની ફોર્મ્યુલા પર પ્રદેશ પ્રમુખ કામ કરી રહ્યાં છે જેઓ મતદારોને બુથ પર લઇ જઇને કાર્યકરો ભાજપ્ની તરફેણમાં મતદાન કરાવશે. પ્રમુખે ધારાસભ્યોને પણ પેજ પ્રમુખ બનાવવા પર ભાર મૂક્યો છે અને આદેશ પણ કર્યો છે.ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે પેજ પ્રમુખ અને પેજ સમિતિઓનો દાવો ખેલ્યો હતો. પ્રદેશ પ્રમુખનો દાવો છે કે પેજ સમિતિના કારણે ભાજપ્ને સૌથી વધુ બેઠકો મળી છે પરંતુ પેજ પ્રમુખ અને સમિતિનો દાવ વિધાનસભામાં ચાલે છે કે કેમ તે અંગે પ્રદેશના અન્ય આગેવાનો મૌન છે.હાલ જે ધારાસભ્યોને કામ આપવામાં આવ્યું છે તેમાં એ નિશ્ચિત નથી કે ભાજપ તેના તમામ ધારાસભ્યોને ફરીથી ટિકીટ આપશે. આ સંજાેગોમાં ધારાસભ્યોને સોંપવામાં આવેલા કામ પૂર્ણ થાય તો પણ તેમના બનાવેલા પેજ પ્રમુખો બીજા ઉમેદવાર માટે કામ કરશે કે કેમ તેની શંકા છે. પાર્ટીનું એક જૂથ માને છે કે મતદારો સરકારની યોજનાઓથી આકષર્યિ છે પેજપ્રમુખના કારણે મત આપવા જતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *