૭ વર્ષનો છોકરો ૧૦ કલાક સમુદ્રમાં તરીને શ્રીલંકાથી ભારત પહોંચ્યો

Spread the love
મૂળ ઝારખંડના રાંચી શહેરમાં રહેતા ૭ વર્ષના ઇશાંક સિંહ નામના બાળકે ફરી એક વાર સાબિત કરી આપ્યું કે ભારતીય બાળકોમાં પ્રતિભાની કમી નથી. જે ઉંમરે બાળકો સ્કૂલમાં ભણવાનું શરૂ કરતાં હોય એ ઉંમરે ઇશાંક સિંહે તેના સ્વિમિંગના પૅશન થકી જબરદસ્ત ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેનો સમુદ્ર પાક સ્ટ્રેટ તરીકે ઓળખાય છે. ૨૯ કિલોમીટરના આ સમુદ્રને ઇશાંકે ૧૦ કલાકની અંદર તરીને પાર કરી દીધો હતો.

ઇશાંકે શ્રીલંકાના તલેમન્નારથી તરવાનું શરૂ કર્યું હતું અને ભારતના ધનુષકોડી પહોંચ્યો હતો. તેણે આ અંતર ૯ કલાક ૫૦ મિનિટમાં પાર કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ઇશાંક આ કારનામું કરનારો વિશ્વનો સૌથી યંગેસ્ટ સ્વિમર બન્યો છે. આ માર્ગ ખૂબ કપરો મનાય છે કેમ કે એમાં સમુદ્રની ઊંચી-ઊંચી લહેરો ઊઠે છે અને પાણીનું વહેણ પણ ખૂબ તેજ હોય છે. યુનિવર્સલ રેકૉર્ડ ફોરમ તરફથી ઇશાંકને ‘યંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ પાક સ્ટ્રેસ સ્વિમર’નો અવૉર્ડ મળ્યો હતો. આ અચીવમેન્ટ માટે ઇશાંકે લગભગ ચારથી પાંચ કલાક રોજ અભ્યાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *