આઇડલ આઇ.પી.આર. પ્રોટેકસન પ્રા.લી.ના ઈન્વેસ્ટીગેશન ઓફીસર તથા RR કેબલ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝર મોહંમદ યુનુશ મોહંમદ પુસુફ શેખને પકડ્યો
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર,ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર,એસ.ઓ.જી. ક્રાઈમબ્રાંચ અમદાવાદ શહેરમાં એસ.ઓ.જી.ના હેડને લગતી અસરકારક કામગીરી કરવા સુચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર,એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર,એસ.એન.ચુડાસમાની સુચના તથા માર્ગદર્શન આધારે આઇડલ આઇ.પી.આર. પ્રોટેકસન પ્રા.લી.ના ઈન્વેસ્ટીગેશન ઓફીસર તથા RR કેબલ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝર મોહંમદ યુનુશ મોહંમદ પુસુફ શેખ ને મળેલ હકિકત આધારે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી સન/ઓફ શ્યામલાલ જાતે-પુરોહિત ઉ.વ.-૩૨ ધંધો-વેપાર રહેવાસી- મ.નં-૫૯, શ્યામવિલા સોસાયટી, જવેરી એસ્ટેટની સામે, કઠવાડા સિંગરવા રોડ, કઠવાડા, અમદાવાદ શહેર, મુળ રહે- મ.નં-૭૪ રૂકમણી બંગ્લોઝ, સુર્યનગર સોસાયટી પાસે, નિકોલ, અમદાવાદ શહેર મુળ વતન ગામ- કાછેલા, તા-સાંચોર, જીલ્લો-ઝાલોર, રાજસ્થાનના કબ્જા ભોગવટાના મકાનમાં અમદાવાદ ઓઢવ, આદિનાથનગર, ગોકુલનગર મ.નં-૨૫૩ ખાતેથી ડુપ્લીકેટ (૧) આર આર કેબલના 1.SQ m.m. ના ૧૮૦ મીટર વાયરના કુલ ૩૮૫ બંડલ કુલ્લે કિ.રૂ-૫,૩૯,૦૦૦ તથા (2) આરઆર કેબલના 1.5 SQ m.m. ના ૧૮૦ મીટર વાયરના કુલ ૩૫૦ બંડલ કુલ્લે કિ.રૂ. ૫,૨૫,૦૦૦ તથા (3) આરઆર કેબલના 2.5 SQ m.m ના ૧૮૦ મીટર વાયરના કુલ ૧૧૦ બંડલ કુલ્લે કિ.રૂ. ૨,૨૦,૦૦૦ તથા (4) આરઆર કેબલના પુઠાના બોક્ષ કુલ્લે ૧૫ કાર્ટુન કિ.રૂ-00 તથા (5) આરઆર કેબલના ગોલ્ડન હોલમાર્ક સીટો નંગ-૭૫ કિ.રૂ-૦૦/-તથા (6) આરઆર કેબલના સ્ટીકની સીટો નંગ-૩૫ કિ.રૂ-૦૦/- તથા (7) આરઆર કેબલની પ્લાસ્ટીકની થેલીઓ આશરે-૨૫ કીલો તથા (8) પોલિકેબના 1.SQ m.m, 1.5 SQ m.m., 2.5 SQ m.m, ના ૧૮૦ મીટર વાયરના કુલ ૨૪૨ બંડલ કુલ્લે કિ.રૂ. ૨,૪૨,૦૦૦ તથા (9) પોલીકેબના પુઠાના બોક્ષ કુલ્લે ૩ કાર્ટુન ( 10) ડી.લિંક નેટર્વક કેબલના બોક્ષ નંગ-૨૫ કિ.રૂ-૧,૨૫,૦૦૦ (11) એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ-૫૦૦૦ તથા (12) એક ટોરેન્ટ કંપનીનુ લાઇટ બીલ ગણી કુલ્લે કિ.રૂ-૧૬,૫૬,૦૦૦ ની મત્તાના ડુપ્લીકેટ મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા .પકડાઇ ગયેલ આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૬૦૧૩૪/૨૦૨૬ કોપીરાઈટ એક્ટ-૧૯૫૭ ની કલમ-૫૧, ૬૩, ૬૪ મુજબ તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઈ.એ.એ.વ્યાસ કરી રહ્યા છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(1) પો.ઇન્સ.શ્રી એસ.એન.ચુડાસમા
(માર્ગદર્શન)
(2) પો.સ.ઇ.શ્રી એ.એ.વ્યાસ
(માર્ગદશન)
(3) ASI લીયાકતઅલી જહાંગીરખાન
(4) HC દશરથસિંહ માનસિંહ
(5) HC ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ
(6) PC કેતનકુમાર રાજેન્દ્રકુમાર
(7) HC ભરતસિંહ ભુપતસિંહ
(જરૂરી કાગળો)
(8)HC ગજેન્દ્રસિંહ વિક્રમસિંહ
(જરૂરી કાગળો)
(9)HC નરેશભાઇ દિલીપભાઇ
(ડ્રાઇવર)
