આ વોર્નિંગ સાઇન દેખાય તો સમજી લો કે પાવરબેંક ફાટી શકે છે! ખાસ જાણી લો તમે પણ

Spread the love

સ્માર્ટ ફોન ની જેમ પાવરબેંકનો ઉપયોગ પણ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. પાવરબેંક ખાસ કરીને ટ્રાવેલિંગ સમયે ખૂબ કામમાં આવે છે. પાવરબેંકનો ઉપયોગ સામાન્ય રીતે દરેક લોકો કરી શકે છે. પરંતુ આ પાવરબેંક ક્યારેક તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. તો જાણો પાવરબેંકનો ઉપયોગ કરતી વખતે ખાસ કરીને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખશો.

પાવરબેંકનો તમે ઉપયોગ કરી રહ્યા છો અને ગરમ થઈ જાય છે તો એલર્ટ થઈ જાવો. આ બ્લાસ્ટ થવાનો સંકેત આપે છે. આનો મતલબ એ થાય છે કે અંદર કેમિકલ રિએક્શનમાં ગડબડ થઈ છે. આ કારણે હીટ જનરેટ થઈ રહી છે.

 

પાવરબેંકની અંદર ગેસ ટ્રેપ થવાને કારણે આ ફૂલી શકે છે. આમ, તમે પાવરબેંકનો ઉપયોગ કરો છો અને તેમાંથી વાસ આવે છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. ઇન્ટરનલ પાર્ટમાં ખરાબી તેમજ લીક થવાને કારણે ગંધ આવે છે.

 

પાવરબેંક પડી જાય છે અને તૂટી જાય છે તો આ પાવરબેંકનો ઉપયોગ કરશો નહીં. આ પાવરબેંક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઘણા લોકો તૂટેલી પાવરબેંકનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ તમને જોખમમાં મૂકી શકે છે. તમે પ્લેનમાં મુસાફરી કરો છો તો લિથિયમ આયન બેટરીને લઈને સતર્ક રહેવાની જરૂર છે. એક સર્વેમાં એ વાત સામે આવી હતી કે પ્લેનમાં મુસાફરી કરતા 83 ટકા લોકો ફોન, 60 ટકા લેપટોપ અને 44 ટકા પાવરબેંકની સાથે મુસાફરી કરે છે. આ દરેકમાં લિથિયમ આયન બેટરી હોય છે. આમ, તમે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો તો ખાસ કરીને પાવરબેંકને લઈને નિયમો જાણી લો.

 

મુસાફરી કરતી વખતે માત્ર જરૂર પૂરતા ડિવાઇસ સાથે રાખો. મુસાફરી દરમિયાન પાવરબેંક તેમજ બેટરીમાં કંઈક સમસ્યા લાગે છે તો તમે તરત ક્રૂને જાણ કરો.

 

ફોન, લેપટોપ અને પાવરબેંક હંમેશા હેન્ડ બેગમાં રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *