
8 મેનાં રોજ સિનેમાઘરોમાં માર્ટેલ કોમ્બેટ (ઇંગ્લિશ) મૂવી રિલીઝ થશે. આ ફિલ્મનાં એક્ટર્સની વાત કરવામાં આવે તો કાર્લ અર્બન, એડલાઈન રૂડોલ્ફ, જેસિકા મેકનેમી અને લુઈસ ટૈન છે. આ મૂવી એક્શનથી ભરપૂર છે. વર્ષ 2021 માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ માર્ટેલ કોમ્બેટની સીક્વલની છે. કહાની ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી ફિલ્મની કહાની ખતમ થઈ હતી. આ વખતે જોની કેઝની એન્ટ્રી થવાની છે.
દાદી કી શાદી મૂવી પણ 8 મેનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, સરથકુમાર, સાદિયા ખતીબ જેવા અનેક કલાકારો છે. આ એક કોમેડી ડ્રામા અને ફેમિલી એન્ટરટેનર મૂવી છે. ફિલ્મની કહાનીની વાત કરવામાં આવે તો ફિલ્મ એક મજેદાર અને ઇમોશનલ સફર પર લઈ જાય છે. ઘરનાં સૌથી વૃદ્ધ દાદી બીજીવાર લગ્ન કરવાનો નિર્ણય કરે છે. કહાની જોતાં એવુ લાગી રહ્યું છે કે આ મૂવી બોક્સ ઓફિસ હિટ સાબિત થઈ શકે છે.
આ લિસ્ટમાં ડગ ડગ મૂવીનું નામ પણ શામેલ છે. આ ફિલ્મમાં અલ્તાફ ખાન, ઋતિક પારીક જેવા કલાકારો છે. આ ફિલ્મની કહાનીની વાત કરવામાં આવે તો સમાજની અંધશ્રદ્ધા અને માન્યતાઓ પર કટાક્ષ કરે છે. આમ, આ મૂવી એક સારો મેસેજ આપી શકે છે.
મે એક્ટર નહીં હૂં ફિલ્મ પણ 8 મેનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને ચિત્રાંગદા સતરુપા છે. આમ, તમે એક્શન ફિલ્મો કરતા કંઇક અલગ જોવાનું વિચારી રહ્યાં છો તો આ મૂવી બેસ્ટ સાબિત થઈ શકે છે.
ધ શીપ ડિટેક્ટિવ્સ (અંગ્રેજી) મૂવી પણ 8 મેનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ એક મિસ્ટ્રી કોમેડી ફિલ્મ છે. લિયોની સ્વાનના નોવેલ પર આધારિત આ ફિલ્મની કહાની રસપ્રદ હોઈ શકે છે.
આ લિસ્ટમાં આખિરી સવાલ મૂવી પણ શામેલ છે. આ મૂવીનાં એક્ટર્સની વાત કરવામાં આવે તો સંજય દત્ત, ત્રિધા ચૌધરી, નમશી ચક્રવર્તી અને અમિત સાધ મૂવી છે. આ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે.