ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ જીલ્લામાં પહેલો અને ગાંધીનગર રેન્જ વિસ્તારમાં ચોથો ગૂનો લૂંટ, ઘરફોડ, ઘાડના, નાં ૯ જેટલા ગૂનો આચનારા ગુન્હેગારો વિરુદ્ધ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સમાજમાં આંતકવાદી અને ગંભીર ગૂનાની પ્રવૃત્તિ આચરી ભયનો માહોલ ઉભો કરતી ટોળકીઓને અંકુશમાં રાખવા બનેલા ગુસીટોક કાયદા હેઠળ પેથાપુરની ગેંગનાં ચાર શખ્શો સામે ગાંધીનગર એલ.સી.બી-૨ નાં પી.આઇ. એચ.પી. ઝાલા એ સીન્ડીકેટ રચી ગંભીર પ્રહારના ગૂનાઓ આચરતા અને જીલ્લા ની સામાન્ય પ્રજાને અવારનવાર રંજાડતા લૂખ્ખા તત્વોનું લીસ્ટ તૈયાર કરીને તે લીસ્ટ મુજબનાં ચાર શખ્શો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે એલ.સી.બી-૨ નાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા ના જણાવ્યા અનુસાર આ શખ્શો વિરુદ્ધ નવ જેટલા ગંભીર પ્રહારનાં ગૂનાં નોધાયેલા છે જેમાં માણસા પંથકમાં ૨ ગૂનાં ચિલોડા-૧, દહેગામ-૧ તથા ૨૧ પોલીસ મથકમાં ૧ તેમજ આ ઉપરાંત મહેસાણાના વિજાપુર, વિસનગર,કડી વિસ્તારમાં પણ ગંભીર ગૂના આચરી ચૂક્યા છે. આમ તેઓની સામે એક પછી એક નવ ગંભીર ગૂના નોંધાયેલ હોવાથી તેઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છેકે પેથાપુર ગામે આવેલ સંજરીપાર્ક ની પાછળ રહેતા રહીમ ઉર્ફે ભૂરો મહંમદ હુસેન ખોખર, રોહીત ઉર્ફે નેનો મહેન્દ્રભાઇ દુધાભાઇ રાઠોડ, (રહે.મુલચંદપાર્ક સોસાયટી નજીક રાઠોડવાસ પેથાપુર), વિશાલ નગીનભાઇ દંતાણી (રહે. પાંજરા પોળ પાછળ-પેથાપુર) તેમજ રાકો ગોવિંદભાઇ સોલંકી (રહે. જી.ઇ.બી. છાપરા સેક્ટર-૩૦ પેથાપુર પાસે) ના ઓ રીઢા ગૂન્હેગાર હોવાનું ખૂલ્યું હતું. તેઓ વર્ષોથી ગાંધીનગર, મહેસાણા જીલ્લામાં લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહીબિશન સહિતનાં ગૂના કરવા માટે ટોળકી બનાવી ઘાતક હથીયારો વડે બે ખોફ બની ગૂના આચરતા હતા. સામાન્ય લોકોમાં ભય ફેલાવી નિર્દોષ પ્રજાને રંજાડવાનું કૃત્ય કરતા હોવાથી સમાજ માટે ભયજનક વ્યક્તિઓ હોઇ એલ.સી.બી-૨ ના પી.આઇ. એચ.પી. ઝાળાએ મોટા પ્રમાણમાં પુરાવાઓ એકત્ર કરી જીલ્લા પોલીસવડા, અને રેન્જ આઇ.જી.ની મંજુરી મેળવી ને ગુજસીટોક હેઠળ સે-૨૧ પોલીસ સ્ટેશન ખાતે ગૂનો નોંધવેલ છે. જેની ડી.વાય.એસ.પી., એમ.કે. રાણા એ તપાસ હાથ ધરી છે.