GJ-૧૮ ખાતે હવે દૂષીતપાણીથી પાણીજન્ય જેવા રોગો વધી રહ્યા છે. ત્યારે સે-૨૧ ખાતે ‘જ’ ટાઇપના મકાનોના રહીશોના ઘરમાં દુર્ગંધ અને ડહોળું પાણી આવતું હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. ત્યારે રહીશો દ્વારા આ સંદર્ભે GJ-૧૮ ના કમિશ્નર ને પણ લેખિતમાં ફરીયાદ કરી હોવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં વસાહતીઓનો રોષની લાગણી પેલાઇ છે,તથા દૂષીત પાણીથી ૧૦ થી વધારે પાણીજન્ય એવા કમળાના રોગો વધી રહ્યા છે.
પ્રાપ્ત સુત્રો દ્વારા મળેલી માહીતી અનુસાર GJ-૧૮ ખાતે આવેલા સે-૨૧ ના ‘જ’ ટાઇપના મકાનોમાં દુષીત તથા દુર્ગંધમય પાણી આવતાં અને પાણીપણ ડહોળું આવતાં રહીશો દ્વારા GJ-૧૮ મનપાના કમિશ્નરને લેખિતમાં ફરીયાદ કરી હતી. પણ હજુ સુધી કોઇ નિવેડો ન આવતાં આખરે મહિલાઓ હવે ભેગી થઇને આ પ્રશ્ને લડી લેવાના મુડમાં હોય તેમ રોષ ઠાલવી રહી હતી. અને એક મહીલાએ જણાવ્યું કે, પાણીજન્ય રોગોનાં કારણે આજે ૧૦ થી વધારે ઘરોમાં કમળો થઇ ગયાના દર્દીઓ છે, જેથી પાણીમાં પણ ગંદુ અને ડહોળું આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે આપ પાર્ટીના GJ-૧૮ ખાતે મહામંત્રી રણવીરસિંહ રાઠોડ (અલુવાએ) પણ પ્રશ્ને જાે ટૂંકા જ દિવસોમાં હલ નહીં કરવામાં આવેતો મનપા GJ-૧૮ ખાતે આપ પાર્ટીના કાર્યકરો સાથે મેદાનમાં ઉતરશે તેવું જણાવ્યું હતું.