ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થયા છે. રાજ્ય સરકારે આજે 77 જેટલા IAS અધિકારીની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ અગાઉ 9 જૂનના રોજ મોડી રાતે 26 IAS અધિકારીઓની બદલી કરી છે.
કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં છે. છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે.
અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે જ્યારે GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે જ્યારે જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
રાજકોટ ક્લેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે.
– GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક
– પી. ભારતી લેબર કમિશ્નર
– આર.બી. બારડ બરોડા કલેકટર
– આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર
– જામનગર કલેક્ટર રવિ શંકરને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે.
– અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે..
– રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની બદલી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– ઉદિત અગ્રવાલને મહેસાણાના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.
– સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.
– એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે.
– બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે
– સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.
– અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે.
– ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.
– કચ્છ-ભૂજ કલેક્ટર પ્રવિણા ડીકેને પંચમહાલના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
– અરૂણ મહેશ બાબુને રાજકોટના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
– મહિસાગરના કલેક્ટર આર.બી.બરાડને વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
– દિલીપ રાણાની અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરની આદિવાસી વિભાગમાં બદલી કરવામાં આવી છે.