હિમાચલ ફરવા ગયેલા ગુજરાતી પરિવારનું મોત, ભાવનગરના પરિવારની ગાડી ઊંડી ખીણમાં ખાબકી, 6 ના મોત

Spread the love
હિમાચલના મનાલી હાઇવે પર અકસ્માતમાં ગુજરાતના પરિવારને કાળ ભરખી ગયો છે. આ દર્દનાક અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ચાર લોકો ઘવાયા છે. પરિવારના તમામ લોકો હિમાચલ ફરવા ગયા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો.

6 મુસાફરોના મોત નિપજ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશના ચંબા-નુરપુર નેશનલ હાઈવે પર આજે સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગુજરાતના 6 પ્રવાસીઓના મોત નિપજ્યા છે.

મનાલી બેલા જતા સમયે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં ૨૮ નંબરના હાઈવે પર તેમનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હતું. તેમની ગાડીમાં બાળકો સહિત કુલ ૯ લોકો યાત્રામાં સામેલ હતા. જેમાંથી ૪ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો પાંચ લોકોના મોત નિપજ્યા છે.

 

મૃતકોના નામ :

 

લલિતભાઈ ફતનાની

સોનિયાબેન લલિતભાઈ ફતનાની

પ્રિયંકભાઈ ભોપાણી

કાજલબેન ભોપાણી

દિવ્યાંશુ ભોપાણી

ઈજાગ્રસ્તોના નામ:

 

મયંકભાઈ લલિતભાઈ ફતનાની

ફોરમબેન મયંકભાઈ ફતનાની

જિયાંશ મયંકભાઈ ફતનાની

પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણી

આણંદમાં તારાપુર પાસે અકસ્માતમાં 4 લોકોના મોત

આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. આણંદના તારાપુરના ફતેપુરા નજીક CNG ગેસ સ્ટેશન પાસે ગોઝારા અકસ્માતમાં શ્રમિક પરિવારના 4 લોકો મોત નિપજ્યા છે. ને પાંચ ઘાયલ થયા છે. ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 મહિલા, 1 પુરુષ અને 1 પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. ઘાયલોને 108 દ્વારા તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. દાહોદ તરફના શ્રમિકો મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક કે માનવ અંગો ચારેતરફ વિખેરાયા હતા. જેનાથી જોનારાને પણ અરેરાટી થઈ ગઈ હતી. અવાર નવાર અહીં અકસ્માતો સર્જાય છે તેમ છતાં હાઈવે ઓથોરિટી કોઈ પગલા લેતી નછી. કોઈ પણ પ્રકારનો અકસ્માત ઝોનનું સાઈન બોર્ડ નહીં લગાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. અકસ્માત બાદ તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *