
નવી દિલ્હીઃ ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલની સપ્લાય ચેઈનમાં સર્જાયેલા વિધ્ન તથા ભાવમાંવધારા સહિતની અસર દેશના અર્થતંત્ર પર ધીમે ધીમે પ્રભાવ પાડયાનું શરૂ કર્યુ છે અને ખાસ કરીને કાચા માલમાં ભાવવધારાથી કંપનીઓના ઉત્પાદન-પેકીંગ વિ. ખર્ચમાં વધારો થતા કંપનીઓ હવે તે ભાવવધારો સીધા ગ્રાહકો પર લાદવાની તૈયારી કરી રહી છે.
જેમાં સાબુ, ડીટરજન્ટ, બિસ્કીટ, પેકીંગમાં મળતા ખાદ્ય પદાર્થો અને સોફટ ડ્રિન્કસ સહિતના પીણા પણ મોંઘા બની શકે છે. કંપનીઓ તબકકાવાર ભાવ વધારી રહી છે. કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. રૂપિયો નબળો પડતા કાચો માલ જે આયાત થઈ રહ્યો છે તે પણ મોંઘી બની છે જેથી કંપનીઓ પર દબાણ વધ્યુ છે.
કંપનીઓ હવે પેકીંગ નાના કરવાની જે એક સીસ્ટમ અપનાવી હતી તે હાલ પેકીંગના બદલાવથી ખર્ચ વધે તેમ હોવાથી તેના બદલે પેકીંગના ભાવ જ વધારી રહી છે. કંપનીઓ માને છે કે, ગત વર્ષ નવરાત્રી સમયે જે રીતે તપાસ ઘટયા હતા તે પેકીંગ ભાવની સપાટી ફરી આવી જશે એટલે કે 5થી12%નો જે ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળ્યો હતો તે છીનવાઈ જશે.
જો કે હજું પેટ્રોલ-ડિઝલના ભાવવધારો તોળાઈ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકેત આપી દીધો છે કે ક્રુડતેલ આયાત બિલ ઘટાડવું પડશે જે લગભગ અશકય છે. તેથી લોકોના વપરાશ પર અંકુશ મુકવા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારી શકે છે.
તો તેની રિકરીંગ અસર ફરી ઉત્પાદનો પર આવશે અને ફરી ભાવવધારો થશે. હજુ ચોમાસાની ચિંતા પણ બાકી છે તેઓની ઓછા વરસાદની સ્થિતિ અને મધ્યપુર્વના તનાવ યથાવત રહે તો દિવાળી સુધીમાં ભાવવધારો તિવ્ર હશે.
ડાબર, હિન્દુસ્તાન લીવર, બ્રિટાનીયા જેવી કંપનીઓનો દાવો છે કે, 100% જેટલા ભાવવધારાનો કંપની સામનો કરી રહી છે તેમાં થોડો તો ગ્રાહકોએ ભોગવવો પડશે. પેકીંગમાં ફેરફાર એ ખર્ચ વધારશે તેવી ચિંતા છે.