દેશના 50 અધિકારીઓએ એક જ દિવસે ખરીદી જમીન, બાયપાસ પ્રોજેક્ટ આવતા 5 કરોડની જમીન 60 કરોડની થઈ ગઈ

Spread the love

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અમલદારો દ્વારા સત્તાનો કથિત દુરુપયોગ કરી મિલકત બનાવવાના એક મોટા કિસ્સાએ ચકચાર મચાવી છે. વર્ષ 2022 માંદેશભરના લગભગ 50 જેટલા IAS અને IPS અધિકારીઓએ ભોપાલના બહારના વિસ્તારમાં એક જ દિવસે પાંચ એકર જમીન ખરીદી હતી. નવાઈની વાત એ છે કે, આ ખરીદીના બે વર્ષથી પણ ઓછા સમયમાં સરકારી બાયપાસ પ્રોજેક્ટ અને જમીન વપરાશમાં ફેરફાર ( NA) ને કારણે આ જમીનનું બજાર મૂલ્ય 5.5 કરોડ રૂપિયાથી વધીને 60 કરોડ રૂપિયા ને પાર કરી ગયું છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ અને IAS અધિકારીઓ દ્વારા ફાઈલ કરવામાં આવેલ ઇમ્યુવેબલ પ્રોપર્ટી રિટર્ન્સ (IPR) મુજબ, આ રોકાણ ભોપાલના કોલાર વિસ્તાર નજીક આવેલાગુરાડી ઘાટ ગામમાંકરવામાં આવ્યું હતું.

 

ખરીદીની તારીખ: 4 એપ્રિલ, 2022.

જમીનનું કદ: 2.023 હેક્ટર (આશરે પાંચ એકર).

રોકાણકારો:દિલ્હીમાં નિયુક્ત અધિકારીઓ સહિત મહારાષ્ટ્ર, તેલંગાણા અને હરિયાણા કેડરના 41 વ્યક્તિગત ખરીદદારો અને કુલ 50 શેરધારકો.

ખરીદ કિંમત:તે સમયે આ જમીન 5.5 કરોડ રૂપિયામાં રજીસ્ટર કરવામાં આવી હતી, જ્યારે તેની બજાર કિંમત આશરે 7.78 કરોડ રૂપિયા હતી.

બાયપાસ પ્રોજેક્ટ અને કિંમતમાં વિસ્ફોટક ઉછાળો

 

જમીન ખરીદ્યાના માત્ર 16 મહિના પછી, ઓગસ્ટ 2023માં મધ્યપ્રદેશ કેબિનેટે ₹3,200 કરોડના વેસ્ટર્ન બાયપાસ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવિત બાયપાસ અધિકારીઓની જમીનથી માત્ર 500 મીટરદૂરથી પસાર થાય છે. બાયપાસને મંજૂરી મળ્યાના 10 મહિનાની અંદર જ આ ખેતીની જમીનને રહેણાંક (Residential) વિસ્તારમાં ફેરવી દેવામાં આવી હતી.

 

કિંમતોનું ગણિત:

2022: ₹81.75 પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે જમીન ખરીદાઈ.

જૂન 2024: જમીન વપરાશ બદલાયા બાદ ભાવ ₹557 પ્રતિ સ્ક્વેર ફૂટ થયા.

2026 (વર્તમાન):અત્યારે બજાર ભાવ ₹2,500 થી ₹3,000 પ્રતિ સ્ક્વેર ફૂટછે. આ મુજબ, ₹5.5 કરોડની જમીન હવે ₹55 થી ₹65 કરોડની થઈ ગઈ છે.

દિલ્હી સ્થિત ઈકોનોમિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર મનીષા કાદ્યાને આ ઘટનાને ‘સત્તા અને પદનો ક્લાસિક દુરુપયોગ’ ગણાવ્યો છે. તેમણે X (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે રાજકારણીઓએ દર પાંચ વર્ષે ચૂંટણીનો સામનો કરવો પડે છે, પરંતુ અમલદારો આજીવન સત્તા ભોગવે છે અને તેમની કોઈ જવાબદારી નથી. દેશસેવા માટે સિવિલ સર્વિસમાં જોડાવા જેવી વાતો સૌથી મોટું સ્કેમ છે. તેઓ દેશની નહીં પણ પોતાની સેવા કરે છે.

 

 

 

અહેવાલ મુજબ, આ જમીન રજીસ્ટ્રેશનમાં રોકાણનેસમાન વિચારધારા ધરાવતા અધિકારીઓ (Like-minded officers) દ્વારા હસ્તગત કરેલી સંપત્તિ તરીકે દર્શાવવામાં આવી છે. અત્યાર સુધી આ સાઇટ પર કોઈ હાઉસિંગ સોસાયટી વિકસાવવામાં આવી નથી, તેમ છતાં તેને રહેણાંકમાં ફેરવી દેવામાં આવી છે. સામાન્ય રીતે સોસાયટી રજીસ્ટર થયા પછી જ જમીન ટ્રાન્સફર થતી હોય છે, પરંતુ અહીં કાયદાકીય પ્રક્રિયા અને પ્રોજેક્ટના ટાઇમિંગને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ કિસ્સો ફરી એકવાર અમલદારશાહીમાં ઇનસાઇડર ટ્રેડિંગ અને સરકારી પ્રોજેક્ટ્સની માહિતીનો અંગત લાભ માટે ઉપયોગ થતો હોવાની ચર્ચાને વેગ આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *