વડોદરાથી એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, જે મેક ઇન ઇન્ડિયા ક્ષેત્રે ભારતની મોટી છલાંગ દર્શાવે છે. દેશનું પ્રથમ સ્વદેશી C 295 સૈન્ય વિમાન વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C 295 વિમાન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થવાની અપેક્ષા છે.
આ C 295 વિમાન ખાનગી ક્ષેત્રમાં ભારતમાં બનેલું પ્રથમ સૈન્ય વિમાન હશે, જે દેશના સંરક્ષણ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ સ્વદેશી વિમાન ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબસના સહયોગથી ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. આ સહયોગ ભારતની ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવે છે, સાથે જ વૈશ્વિક સ્તરે દેશની સંરક્ષણ ક્ષમતાને પણ વેગ આપશે. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા પહેલને સાચા અર્થમાં સાર્થક કરે છે.