મોંઘા રિચાર્જથી છુટકારો! માત્ર 44 રૂપિયામાં આખું વર્ષ ચાલશે Jio સિમ! બસ અપનાવો આ ટ્રિક

Spread the love

તમારે માત્ર OTP અને ઇનકમિંગ કોલ માટે JIO નંબર ચાલુ રાખવો છે? તો હવે તમારે મોંઘુ રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. એક નાની ટ્રિકની મદદથી તમે માત્ર 44 રૂપિયાનો ખર્ચ કરી આખું વર્ષ તમારૂ જિયો સિમ એક્ટિવ રાખી શકો છો.

કોઈ જિયો સિમ પર લાંબા સમય સુધી કોઈ એક્ટિવિટી થતી નથી અને આશરે 90 દિવસ સુધી કોઈ રિચાર્જ કરાવવામાં આવતું નથી તો કંપની તે નંબરને બંધ કરી શકે છે.

ત્યારબાદ તે નંબર કોઈ બીજા ગ્રાહકને પણ આપવામાં આવી શકે છે. તેવામાં લોકો મજબૂરીમાં મોંઘા પ્લાન લેતા રહે છે.

 

₹44 માં આ રીતે એક્ટિવ રહેશે સિમ

તમારે જિયો સિમને આખું વર્ષ ચાલૂ રાખવા માટે માત્ર 90 દિવસમાં એકવાર 11 રૂપિયાનું નાનું ડેટા પેક રિચાર્જ કરાવવું પડશે. આખા વર્ષમાં આ રિચાર્જ ચાર વખત કરાવવું પડશે. આ રીતે કુલ ખર્ચ માત્ર 44 રૂપિયાનો થશે અને તમારો નંબર એક્ટિવ રહેશે.

 

₹11ના પ્લાનમાં શું મળે છે?

₹11 ના ડેટા પેકમાં યુઝર્સને 1 કલાક માટે 10જીબી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળે છે. પરંતુ આ પ્લાનની સૌથી જરૂરી વાત છે કે તેનાથી કંપનીને ખ્યાલ આવે છે કે નંબર ઉપયોગમાં છે. આ કારણ છે કે નંબર આગામી 90 દિવસ સુધી ડિએક્ટિવ થતો નથી અને ઇનકમિંગ કોલ તથા ઓટીપી આવતા રહે છે.

 

બે નંબર હોય તેના માટે ફાયદાકારક

જો તમારી પાસ એક વધારાનો જિયો નંબર છે, જેને તમે માત્ર બેન્કિંગ, UPI, સોશિયલ મીડિયા કે ઓટીપી માટે ઉપયોગ કરો છો તો આ ટ્રિક ખુબ સસ્તી છે અને કામની સાબિત થઈ શકે છે. તેનાથી મોટું રિચાર્જ કરાવ્યા વગર નંબર ચાલૂ રાખી શકાય છે.

 

આ વાતનું રાખો ધ્યાન

દરેક 90 દિવસ પુરા થાય તે પહેલા 11 રૂપિયાનું રિચાર્જ જરૂર કરાવો, બાકી નંબર બંધ થઈ શકે છે. રિચાર્જ બાદ થોડા ઈન્ટરનેટનો ઉપયોગ કરવો જરૂરી માનવામાં આવે છે, જેથી સિમ એક્ટિવિટી રેકોર્ડ થઈ શકે. સાથે ધ્યાન રાખો કે કંપની ભવિષ્યમાં પોતાની પોલિસીમાં ફેરફાર પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *