મારી ગાડીમાં પેટ્રોલ નથી એટલે ડ્યુટી પર નહીં આવું…! કહેનાર ગુજરાતના તલાટીનો ઓડિયો વાયરલ

Spread the love
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લોકોને પેટ્રોલ ભરાવવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યુ. ત્યારે આ વચ્ચે વલસાડથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડ્યુટી પર હાજર ન રહેનારા તલાટીએ એક નાગરિકને ફોન પર જવાબ આપ્યો કે, મારી ગાડીમાં પેટ્રોલ નથી એટલે ડ્યુટી પર નહીં આવું…!

ત્યારે નાગરિક અને તલાટી વચ્ચેની વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

વલસાડ જિલ્લાના નાનાપોંધા તાલુકા ખાતે તલાટીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તલાટી કહી રહ્યા છે કે, મારી ગાડીમાં પેટ્રોલ નથી એટલે ડ્યુટી પર નહીં આવું.

તલાટી સંજય ભોયાએ આવો જવાબ આપ્યો

પંચાયત ખાતે કામ અર્થે આવેલા અનેક ગ્રામજનો અને લાભાર્થીઓ કર્મચારીની ગેરહાજરીને કારણે કલાકો સુધી અટવાયા હતા. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વાજવડ અને ધોધડકૂવાના તલાટી સંજય ભોયાને ફોન દ્વારા સંપર્ક કરવામા આવ્યો હતો. અરજદારોને ફોન ઉપર વિપક્ષના તાલુકા સભ્યને તલાટી સંજય ભોયાએ આવો જવાબ આપ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન તલાટીની દલીલ કરી હતી કે સરકાર તરફથી અન્ય કોઈ ટ્રાન્સપોર્ટેશન કે પેટ્રોલની વ્યવસ્થા ન હોવાથી તેઓ લાંબી મુસાફરી કરીને આવી શક્યા નથી.

 

ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ જ માઠી અસર જોવા મળી

તો બીજી તરફ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સાથે અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળવાના કારણે સુરત ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ જ મોટી અસર પડી છે. કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળવાના કારણે સુરતથી નીકળેલી કેટલીક ટ્રકોના પૈડા થંભી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે સુરત ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ જ માઠી અસર જોવા મળી રહી છે, ભાવમાં વધારો થવાના કારણે આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટેશન દ્વારા વેપારીઓ સાથે બેઠક કરી ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો કરવામાં આવશે. છેલ્લા દસ દિવસથી ટ્રાન્સપોર્ટેશનની હાલત ખૂબ જ કફડી જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ પણ ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે.

 

સુરત ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ યુવરાજ દેશલે દ્વારા જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે ખૂબ જ મોટી અસર ટ્રાન્સપોર્ટેશન પર જોવા મળી છે, પહેલા 300 થી 400 ટ્રકો બહાર રાજ્યમાં મોકલવામાં આવતી હતી. હવે માત્ર 100 જેટલી ટ્રકો ટ્રાન્સપોર્ટેશન માધ્યમથી મોકલવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *