
રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા સંબંધિત મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિર્દેશક કચેરી તરફથી બહાર પાડવામાં આવેલા તાત્કાલિક હુકમ અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 પોલીસ ઇન્સ્પેક્ટરોને તદ્દન હંગામી ધોરણે એટેચ તરીકે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે.
અમદાવાદ સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જવાબદારી સોંપાઈ જાહેર કરાયેલા હુકમ મુજબ અમદાવાદ શહેર, CID ક્રાઈમ, ભરૂૂચ, જૂનાગઢ, મહીસાગર અને ભાવનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ તમામ અધિકારીઓનો પગાર અને ભથ્થાં તેમની મૂળ મહેકમની કચેરીમાંથી જ ચૂકવાશે. હુકમમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરોએ એટેચમેન્ટવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવાનું રહેશે અને હાજર થયાની જાણ કચેરીને કરવાની રહેશે.
એટેચ કરાયેલા અધિકારીઓમાં જે.જે. ચાવડા, અમદાવાદ શહેર, બી.પી. દેસાઈ, CID ક્રાઈમ, એ.વાય. બલોચ, ભરૂૂચ, વાય.જે. રાઠોડ, જૂનાગઢ, એમ.ડી. ચંપાવત, મહીસાગર, પી.બી. જેબલિયા, ભાવનગરની સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલી વિવિધ મોનિટરિંગ અને સંવેદનશીલ કામગીરીને ધ્યાનમાં રાખીને આ બદલીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.