રાજ્યવ્યાપી કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ

Spread the love

કોરોના રસીકરણને વધુ વેગવાન બનાવવા સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક કોરોના રસીકરણ અભિયાનનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અમદાવાદ સ્થિત પંડિત દિનદયાળ ઓડિટોરિયમમા નિઃશુલ્ક રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનના શુભારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે શ્રી અમિતભાઈ શાહે રાજ્યના નાગરિકોને રસીકરણનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે સમગ્ર દેશમાં ૧૮ થી વધુ વયના નાગરિકો માટે રસીકરણ નિશુલ્ક કરી રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના સામે રસીકરણ એ જ અમોઘ શસ્ત્ર છે અને રસીકરણથી જ આપણે કોરોના સામે વિજય પ્રાપ્ત કરી શકીશું.

૨૧ જૂન ને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે, નાગરિકોને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ રસીકરણનો વ્યાપ વધારવા માટે નિશુલ્ક રસીકરણનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. તેમણે પ્રધાનમંત્રીશ્રીને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને રસીકરણના મહાઅભિયાનમાં સહભાગી થવા માટેની અપીલ પણ કરી હતી. તેમણે નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવ્યા બાદ સરકારી ગાઈડલાઈન પ્રમાણે નિયત સમયમાં બીજો ડોઝ મેળવી નાગરિકે કોરોના સામેનું સંપૂર્ણ સુરક્ષા કવચ મેળવવું જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામેના અભિયાનમાં ભારત આરંભથી જ અગ્રેસર રહ્યું છે અને રસીકરણમાં પણ તે અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં દેશભરમાં મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રસીકરણ મહાઅભિયાન કોરોના સામેની સંભંવિત ત્રીજી લહેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

નોધપાત્ર બાબત એ છે કે, આજથી આરંભાયેલા રાજ્યવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ૧૮થી વધુ વયના તમામ નાગરિકોને વોક-ઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. આમ, હવે જે નાગરિકો સ્થળ પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઈ શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રીના નેતૃત્વમાં આરંભાયેલા આ રસીકરણ મહાઅભિયાન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
▪કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ફ્લાયઓવર લોકાર્પણના પગલે અમદાવાદ –ગાંધીનગર વચ્ચેની પરિવહન સેવા સલામત અને ઝડપી બનશે.
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના પણ કરી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને ઔડા રિંગ રોડના જંક્શન પર બનેલો વૈષ્ણોદેવી ફ્લાયઓવર રુ. ૨૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે. જ્યારે ખોડિયાર કન્ટેનર યાર્ડ પાસે બનેલો ફલાયઓવર ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે.સર્વિસ રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા ધરાવતા આ ફ્લાયઓવર અનુક્રમે ૧૧૯૫ મીટર અને ૭૯૪ મીટરની લંબાઈ ધરાવે છે.

આ અવસરે ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમ જ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com