કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ફ્લાયઓવર લોકાર્પણના પગલે અમદાવાદ –ગાંધીનગર વચ્ચેની પરિવહન સેવા સલામત અને ઝડપી બનશે.
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના પણ કરી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને ઔડા રિંગ રોડના જંક્શન પર બનેલો વૈષ્ણોદેવી ફ્લાયઓવર રુ. ૨૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે. જ્યારે ખોડિયાર કન્ટેનર યાર્ડ પાસે બનેલો ફલાયઓવર ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે.સર્વિસ રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા ધરાવતા આ ફ્લાયઓવર અનુક્રમે ૧૧૯૫ મીટર અને ૭૯૪ મીટરની લંબાઈ ધરાવે છે.
આ અવસરે ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમ જ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.