
DGFTનો આ નિર્ણય તાત્કાલિક રીતે લાગુ કરવામાં આવ્યો છે. 16મી મે 2026ના રોજ DGFTના વડા લવ અગ્રવાલ તરફથી આ નોટિફિકેશન જાહેર થતા બુલિયન માર્કેટ તથા જ્વેલરી સેક્ટરમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે.
ચાંદીની પ્રોડક્ટ્સ પર આ નિયમ લાગૂ કરવામાં આવશે
DGFTના નવા નોટિફિકેશન પ્રમાણે ITC(HS) કોડ 71069221 અને 71069229 અંતર્ગત ચાંદીની પ્રોડક્ટ્સ પર આ નિયમ લાગૂ કરવામાં આવશે. સૌ પ્રથમ 99.9 ટકા શુદ્ધતાવાળા સિલ્વલ બાર અને અન્ય કેટલાક અર્ધ-નિર્મિત ચાંદી ઉત્પાદનોની આયાત Free કેટેગરીમાં હતી, જે ફક્ત RBIની માર્ગદર્શિકાને આધિન હતી. નવી કેટેગરીમાં આ ઉત્પાદનોને પ્રતિબંધિત કેટેગરીમાં મુકવામાં આવેલ છે.
વિદેશમાંથી ચાંદી માંગાવવી હવે અગાઉ જેટલી સરળ નહીં રહે
આ નિર્ણયની સામાન્ય લોકો પર સીધી અસર અત્યારે તો નહીં થાય પણ બુલિયન ટ્રેડર્સ તથા જ્વેલર્સ માટે વિદેશમાંથી ચાંદી માંગાવવી હવે અગાઉ જેટલી સરળ નહીં રહે. પ્રતિબંધિત કેટેગરીમાં આવવાનો અર્થ એવો નથી કે તે સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. પણ હવે તેના માટે દસ્તાવેજી કાર્યવાહી તથા સરકારી મંજૂરીના કાર્યક્ષેત્રનો વધારો થશે. તેનાથી સપ્લાઈ ચેઈન પર અસર થઈ શકે છે. જેને પરિણામે આગામી દિવસોમાં ઘરેલુ બજારમાં ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી શકે છે.