છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

Spread the love
રાજકોટ તા. 16 કાલાવડ રોડ ન્યારી ડેમ નજીક લગૂન રિસોર્ટ નજીક ગઈ તા. 13 ની રાતે કેટરર્સના કર્મચારીઓ સહિતની વચ્ચે થયેલી મારામારીમાં વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં અવધના ઢાળ પાસે અવધ પેલેસ સામે સોહમ એપપર્ટમેન્ટમાં રહેતાં પિન્ટુ ઉર્ફે સચીન ઈન્દ્રસિંહ રાવ (ઉ.વ.28)એ વળતી ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે મુળ રાજસ્થાન પાલીના પિન્ટુ ઉર્ફે સચીનની ફરિયાદ પરથી પ્રતિક સોંદરવા, ક્રિષ્ના, આસીફ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

વધુમાં ભોગ બનનાર પિન્ટુ ઉર્ફે સચીન રાવ છે લ્લા ત્રણેક મહિનાથી રાજકોટમાં તેના ફઈના દિકરા સોહન ઉર્ફે સંજય રાણાના ઘરે રહીને કેટરર્સનું કામ કાજકરે છે. ગઇ તા.13/05 ના રોજ મોડી રાત્રે આશરે સવા બાર વાગ્યાની આસપાસ સચીન એકલો ઈકો કાર લઈને અવધના ઢાળ પાસે આવેલી પાનની કેબીને ફાકી ખાવા માટે ગયો હતો. ત્યાં અગાઉથી જ કેટરર્સનું કામ કરતા આમીર, આસીફ અને ક્રિષ્ના હાજર હતા.

 

આસીફે સચીનને બોલાવીને અગાઉની જેમ જ ધંધો સંકેલી લેવા બાબતે દબાણ કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બાઈક પર અન્ય ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા, જેમાં પ્રતીક સોંદરવા પણ હતો. આરોપીઓએ સચીનને આજે તો તને જાનથી મારી જ નાખવો છે તેમ કહી રીક્ષા તરફ ધક્કો માર્યો હતો. ત્યારબાદ આસીફ અને ક્રિષ્નાએ સચીનના બંને હાથ પકડી રાધ્યા હતા અને પ્રતીક સોંદરવાએ સચીનને બેઠકના ભાગે છરીના ઉપરા ઉપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા.

 

લોહીલુહાણ હાલતમાં સચીને હુમલાખોરોના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો હતો અને પ્રતીક સોંદરવાના હાથમાંથી છરી ઝુંટવી લીધી હતી. સચીને સ્વબચાવમાં તે જ છરી વડે પ્રતીક સોંદરવા પર વળતો પ્રહાર કરતા પ્રતીકના પેટના ભાગે પણ પાંચેક ઘા વાગ્યા હતા, જ્યારે છરી ઝૂંટવતી વખતે સચીનના પોતાના ડાબ હાથની ટચલી આંગળીમાં પણ ઈજા થઈ હતી.

 

આ બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં અન્ય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં સચીનનો ભાઈ સોહન ઉર્ફે સંજય રાણા તાત્કાલિક ઇકો કાર લઈને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સચીનને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડયો હતો.

 

રાજકોટમાં ફરજ પરના તબીબે ઓપરેશન કરવાની સલાહ આપતા સચીનને વધુ સાર સારવાર માટે અમદાવાદ ચાંદખેડા ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તાલુકા પોલીસે અમદાવાદ હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચી યુવકની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *