જનગણના-૨૦૨૭ અંતર્ગત અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા ઓનલાઇન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી :વસ્તી ગણતરી પ્રક્રિયામાં Self Enumeration-સ્વ ગણતરી દ્વારા પોતાની વિગતો ઓનલાઈન પોર્ટલ પર ભરવા નાગરિકોને અનુરોધ

Spread the love

AHMEDABAD COLLECTOR Byte – SELF ENUMERATION FOR CENSUS-2027

AHMEDABAD COLLECTOR Byte – SELF ENUMERATION FOR CENSUS-2027

AHMEDABAD COLLECTOR Byte – SELF ENUMERATION FOR CENSUS-2027

અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા બાઈટ 

૩૧મી મે, ૨૦૨૬ સુધી નાગરિકો જાતે ઓનલાઇન વિગતો ભરીને વસ્તી ગણતરી પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે

અમદાવાદ 

અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા હતા. આ સાથે જ તેમણે શહેર-જિલ્લાના તમામ નાગરિકોને પણ ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ કર્યો હતો.આ અંગે નાગરિકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે દેશની જનગણના એ વિકાસની જનગણના છે. આગામી તા. ૧ થી ૩૦ જૂન દરમિયાનના પ્રથમ તબક્કામાં ગણતરીદારો દરેક ઘરે આવશે અને વિગતો એકત્ર કરશે. ત્યારે દરેક નાગરિક પોતાની સચોટ માહિતી તેમાં નોંધાવે અને ભારત સરકારની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપે, તે આવશ્યક છે. સફળ, સચોટ અને સર્વસમાવેશી જનગણના માટે આ અત્યંત જરૂરી છે.તેમણે ઉમેર્યું કે વસ્તી ગણતરી-૨૦૨૭ સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. વધુમાં, આગામી તા. ૩૧ મે, ૨૦૨૬ સુધી નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે.

આ પ્રકારે નાગરિકો સરળ અને સુરક્ષિત રીતે ડિજિટલ પ્લેટફોર્મ થકી, ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. આવી સક્રીય નાગરિક ભાગીદારીથી આ સમગ્ર કામગીરી વધુ ઝડપી અને સચોટ બનશે.આમ, રાષ્ટ્રીય સ્તરની આ મહત્ત્વની કવાયતમાં શહેર-જિલ્લાના તમામ નાગરિકોને સક્રીયપણે ભાગ લેવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *